રાજ્યના છ આઇએએસ અધિકારીઓની કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી પદે નિયુક્તિ

138

ગાંધીનગર,તા.૮
ભારતીય વહીવટી સેવાના ૨૦૦૫ની બેંચના ૪૯ અધિકારીઓને કેન્દ્રમાં સંયુક્ત સચિવ અથવા સમકક્ષ પદ માટે મૂકવામાં આવ્યાં છે. જેમાં ગુજરાતના ૬ આઇએએસ અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ કરાઇ છે. જેમાં બંછાનીધિ પાની, શાલીની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી.ભારથી, રણજીથકુમાર, કે.કે.નિરાલાની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી પદે નિયુક્તિ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યમાં ૭૭ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સુરત, રાજકોટના કમિશ્નર બદલાયા અને અમદાવાદના ડીડીઓ પણ બદલાયાં હતાં. જેમાં રાજકોટના મ્યુન્સિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની બદલી મહેસાણા કલેક્ટર તરીકે થઈ હતી. હાલમાં મહેસાણા કલેક્ટરનો ચાર્જ વાય એમ દક્ષિણી પાસે હતો. સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, સહિત અનેક જિલ્લામાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરની બદલીના આદેશો થયા છે. જેમાં કુલ ૭૭ અધિકારીઓની ફેરબદલી થઈ હતી. રાજ્યમાં કોરોના વાયરસના કેસ કાબૂમાં આવતા અને સરકાર કોરોના એડમિનિસ્ટ્રેશનમાંથી રાહતનો શ્વાસ લેતા રાજ્યના ૨૬ આઇએએસ અધિકારીઓની બદલી બાદ વધુ ૭૭ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપ્યો છે.
આ છ આઇએએસ અધિકારીઓને કેન્દ્રમાં નિયુક્ત કરાયા
બંછાનીધિ પાની
શાલીની અગ્રવાલ
હર્ષદકુમાર પટેલ
પી.ભારથી
રણજીથકુમાર
કે.કે.નિરાલા

Previous articleનીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો મેડલ, જીવ મિલ્ખા સિંહે ભાવુક થઈ કહી આ વાત
Next articleસ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે