અમેરિકન મહિલાઓનો ટોક્યો ઓલિમ્પિકમાં દબદબો, ૩૯ ગોલ્ડ મેડલ સાથે વિશ્વમાં નં. ૧ દેશ

603

ટોક્યો,તા.૯
ટોક્યો ઓલંપિક મેડલ ટેલીમાં આખરે અમેરિકાએ ચીનને પછાડી દીધુ છે. અમેરિકાએ ૩૯ ગોલ્ડ અને ૧૧૩ મેડલ સાથે ટોપ કર્યુ છે. તો વળી બીજા નંબરે ચીને ૩૮ ગોલ્ડ અને મેજબાન જાપાને ૨૭ ગોલ્ડ સાથે ત્રીજા નંબર પર છે. અમેરિકાને ટોક્યો ઓલિમ્પિકના અંતિમ દિવસે ત્રણ હોલ્ડ મેડલ મળ્યા છે. અમેરિકા મહિલા ટીમોએ વોલીબોલ અને બાસ્કેટબોલની ફાઈનલ જીતી લીધી હતી. તો અમેરિકાની જેનિફર વાલેંતેએ સાઈક્લિંગ ઈવેંટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ટોક્યો ઓલંપિકમાં અમેરિા ૩૯ ગોલ્ડ, ૪૧ સિલ્વર અને ૩૩ બ્રોન્ઝ સહિત કુલ ૧૧૩ મેડલ સાથે ટોપ પર રહ્યુ છે. ટોક્યો ઓલંપિકમાં ૧૦૦ મેડલ જીતનારો એક માત્ર દેશ અમેરિકા બન્યો છે. ચીન ૩૮ ગોલ્ડ, ૩૨ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ સહિત કુલ ૮૮ મેડલ સાથે બીજા નંબરે રહ્યું છે. મેજબાન જાપાન ૨૭ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ સાથે કુલ ૫૮ મેડલ સાથે ત્રીજા નંબરે રહ્યુ છે. તો વળી ગ્રેટ બ્રિટેન અને ૨૨ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૨૨ બ્રોન્ઝ સહિત કુલ ૬૫ મેડલ સાથે ચોથા નંબરે છ. પાંચમાં નંબે રશિયા ઓલંપિક કમિટી છે જેને ૨૦ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૨૩ બ્રોન્ઝ સહિત કુલ ૭૦ મેડલ જીત્યા છે. બ્રિટેન અને આરઓસીએ જાપાનામાં સૌથી વધારે મેડલ જીત્યા છે. પણ ગોલ્ડ મેડલ જીતવાના કારણે ત જાપાનથી ઉપર છે. મેડલ ટેલીમાં વધારે ગોલ્ડ મેડલ જીતનારી ટીમ ઉપર રહે છે. ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીતીને ટોક્યો ઓલંપિકમાં અભિયાન પૂર્ણ કર્યુ છે. ઓલંપિકમાં અત્યાર સુધીનો ભારતનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. લંડન ઓલંપિકમાં ૨૦૧૨માં છ મેડલ જીત્યા હતા. ભારત હાલ ૪૮માં નંબરે છે.
વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીતી ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ત્યાર બાદ રવિ કુમાર દહિયાએ સિલ્વર, જ્યારે શટલર પીવી સિંધુ, બોક્સર લવલીના બોરગોહેન અને પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે પોતાના અભિયાનના અંતિમ પડાવમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને શાનદાર રીતે અભિયાન ખતમ કર્યુ છે. નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં ગોલ્ડ અને પહેલવાન બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Previous articleટોક્યો ઓલિમ્પિકના સમાપન સેરેમનીમાં ભારતનો બજરંગ પૂનિયાએ તિરંગા સાથે કરી આગેવાની
Next article૨૫ વર્ષ પહેલા થયેલ ચોરીને સુરેન્દ્રનગર એસઓજીએ ઉકેલીઃ ૨ની ધરપકડ