ન્યુ દિલ્હી,તા.૯
દેશમાં કોરોનાની વધુ એક રસીને મંજૂરી મળી શકે છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિનને આ અઠવાડિયાએ મંજૂરી મળી શકે છે. જો આ મંજૂરી મળે તો દેશમાં પહેલીવાર ૧૨ વર્ષથી ઉપરના અને ૧૮ વર્ષથી ઓછી વયના લોકો રસી લઈ શકશે. આ રસી ૧૨થી ઉપરના તમામ લોકોને રસી આપી શકાશે. કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓને વધુ એક સ્વદેશી રસી મળશે. અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ પોતાની રસી ઝાયકોવ ડી માટે ડીસીજીઆઈની મંજૂરી માંગી છે. પોતાની રસી ઝાયકોવ ડીના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે માગી મંજૂરી માંગી છે. ૧૨ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે આ રસીનો ઉપયોગ થાય તેવી શક્યતા છે. આ દરમિયાન આજે કેડિલા હેલ્થકેરના એમડી શાર્વિલ પટેલે કહ્યું, અમે ઓગસ્ટથી દર મહિને એક કરોડ ડોઝના ઉત્પાદનની આશા રાખી રહ્યા છીએ. ડિસેમ્બર સુધીમાં ૫ કરોડ ડોઝના ઉત્પાદનનો લક્ષ્યાંક છે. દર વર્ષે ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનો અમારો લક્ષ્યાંક છે. કેટલા ડોઝ લગાવવામાં આવશે ઝાયડસ કેડિલાની રસીનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જો સરકાર દ્વારા આ રસીની મંજૂરી આપવામાં આવે તો, રસી જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં ૧૨-૧૮ વર્ષની વયના બાળકોને આપવામાં આવી શકે છે. વેક્સિનના એક અથવા બે નહીં, ૩ ડોઝ લગાવવામાં આવશે. ફેઝ ૧ અને ફેઝ ૨ ટ્રાયલ દરમિયાન ત્રણ ડોઝ લગાવવા પર આ વેક્સિન વધારે સમય સુધી ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખે છે. જો કે કેડિલા આના બે ડોઝનું પણ ટેસ્ટિંગ કરી રહી છે.