રાજ્યમાં સમયસર ચૂંટણી યોજાશે, યૂપી સાથે કોઇ લેવા-દેવા નથીઃ રૂપાણી

203

નર્મદા,તા.૯
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, આવી કોઇ શક્યતા નથી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાવાની અટકળોનો ખુદ મુખ્યમંત્રીએ છેદ ઉડાવ્યો છે. અમરેલીમાં થયેલા અકસ્માત અંગે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી હતી. ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકો મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરી હતી. દુઃખ ઘટના આજે અમરેલી વિસ્તારમાં બની છે. તમામ મૃતકોને ચાર લાખ સહાય અંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. આ સાથે વહેલી ચૂંટણી અટકળો પર પુર્ણ વિરામ લાગ્યું છે. રાજ્યના વહેલી ચૂંટણી અંગે મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું સમયસર રાજ્યમાં ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા દેવા નથી. ચૂંટણી ચૂંટણી સમયે જ યોજશે. કોગેસના વિરોધ પ્રદર્શન અંગે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે, મુખ્યમંત્રીએ કહ્યું રાજ્ય સરકાર ઉજવણી કરે છે, કોગેસ વિરોધ કરે છે. કોગેસના વિરોધની કોઈએ નોંધ પણ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમતે કોગેસ આદિવાસીઓ વિરોધ કરે છે. કોંગેસ વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે, શ્રાવણ માસમાં ભક્તો કોવિડના નિયમો પાળે. આજથી શરૂ થતાં શ્રવણમાસની મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા. ત્રીજી વેવની સંભાવનાને લઈ નિયમોના પાલન સાથે તહેવારની ઉજવણી માટે અપીલ કરી. તહેવારો શાંતિપૂર્વક ઉજવણી કરવી જોઈએ. બીજી લહેરને આપણે પાર કરી,પરંતુ ત્રીજી લહેર ન આવે તે તકેદારી ખૂબ જ જરૂરી છે. તહેવારો ઉત્સાહ પૂર્વક ઉજવો પરંતુ કોરોના અંગે પણ કાળજી જરૂરી.
ડોકટરોની હડતાળ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, અત્યારે કોરોનાના દર્દીઓ નથી. અત્યારે કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઇએ. કોરોના નથી તો ડોકટરો એ નિયમોનુંનું પાલન થવું જોઈએ. ડોકટરો હડતાળ પાછી ખેંચવા વિનંતી છે.

Previous articleજામનગરમાં સરકારના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોમાં ધક્કામુકીઃ ધારાસભ્ય ઘાયલ
Next articleસી.એ. ફાઉન્ડેશનની પરીક્ષા હવે નવેમ્બરને બદલે ડિસેમ્બરમાં લેવાશે