સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને પ્રતિનિધિ મંડળે ગાંધીનગર રજૂઆત કરી

896
guj21418-2.jpg

સૌરાષ્ટ્રના પ્રાણ પ્રશ્ને અનેકો શિબિરો બેઠકો કરી સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને વારંવાર રજૂઆતો કરતા મિશન કલ્પસરના સૌરાષ્ટ્રભરના અગ્રણીઓની તાજેતરમાં મિટીંગમાં નક્કી થયા મુજબ એક પ્રતિનિધિ મંડળ આજે ગાંધીનગર ખાતે ભારત સરકાર જળ સલાહકાર નવલાવાલા અને કલ્પસર વિભાગના ઉચ્ચ અધિકારીને મળ્યું હતું.
મિશન કલ્પસરના સર્વોદય વિનુભાઈ ગાંધી વી.સી. ભાવનગર યુનિ.ના વિદ્યુત જોશી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ઘનશ્યામભાઈ મેટલર, વલ્લભભાઈ ઝડફિયા, મનસુખભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓએ સરકાર સાથે કલ્પસર મુદ્દે બેઠક યોજી સૌરાષ્ટ્રના પાણી પ્રશ્ને ચિંતાજનક સ્થિતિ અને ભાંગતા જતા ગામડાઓ પાણી વગર ભયંકર બનતી સ્થિતિઓ અંગે સવિસ્તારથી ભાવનગર યુનિ.ના વી.સી. વિદ્યુત જોશીએ આપી સાથે સ્વામી માર્ગીયસ્મિતજી અને વિનુભાઈ ગાંધીએ સરકારને સૌરાષ્ટ્ર બચાવોની તર્કબધ્ધ વાતો કરી સૌરાષ્ટ્રની પાણી વગરની લાચાર સૌરાષ્ટ્ર અંગે મિશન કલ્પસરના અગ્રણીઓ વડાપ્રધાનના જળવિભાગ સલાહકાર નવલાવાલાને મળ્યા અને વિગતે રજૂઆતો કરી હતી.

Previous article માંડલ ગામે ભાગવત સપ્તાહમાં ૩૦૦૦ લોકોએ ગંદકી ન કરવાની પ્રતિજ્ઞા લીધી
Next article બરવાળા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન