દિલ્હી-લંડન ફ્લાઇટ ટિકિટની કિંમત અધધ…૫ લાખ રુપિયા…!!!!

203

ન્યુ દિલ્હી,તા.૯
કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ હવાઈ યાત્રામાં તેજી આવી છે. આ કારણે વર્તમાન સમયમાં એર ટિકિટની કિંમત ખૂબ જ વધી ગઈ છે. સ્થિતિ એવી બની છે કે, લંડનથી દિલ્હીની ફ્લાઈટની બિઝનેસ ક્લાસ ટિકિટની કિંમત આશરે ૫ લાખ રૂપિયા થવા આવી છે. બ્રિટિશ એરવેઝની દિલ્હીથી લંડનની ફ્લાઈટનું ૨૬મી ઓગષ્ટનું બિઝનેસ ક્લાસનું ભાડું ૪,૯૬,૧૫૫ રૂપિયા છે. જ્યારે આ જ દિવસનું ઈકોનોમી ક્લાસનું ભાડું ૧,૬૦,૩૬૪ રૂપિયા સુધી પહોંચી ગયું છે. છેલ્લા એક મહિનામાં ભારે માંગ વચ્ચે ભારતથી પ્રમુખ આંતરરાષ્ટ્રીય રૂટનું ભાડું ખૂબ જ વધી ગયું છે.
ઈટ્ઠજીસ્અ્‌િૈ.ર્ષ્ઠદ્બના અહેવાલ પ્રમાણે દિલ્હીથી ન્યૂયોર્ક સુધીની ફ્લાઈટનું ઈકોનોમી ક્લાસનું સરેરાશ ભાડું જુલાઈ મહિનામાં ૬૯,૦૩૪ રૂપિયા હતું જે ઓગષ્ટમાં વધીને ૮૭,૫૪૨ રૂપિયા સુધી પહોંચી ગયું છે. સરકારે સામાન્ય કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર ગત વર્ષે ૨૩ માર્ચથી જ રોક લગાવી રાખી છે. હાલ સ્ટુડન્ટ સહિતના એ લોકો માટે જ ફ્લાઈટ સેવા ચાલુ છે જેમના માટે મુસાફરી કરવી ખૂબ જ જરૂરી છે. આ પ્રકારે ઉંચા એર ફેરને લઈ લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના ઈન્ટર સ્ટેટ કાઉન્સિલ સેક્રેટરીએટના સચિવ સજીવ ગુપ્તાને ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, ૨૬ ઓગષ્ટની લંડનથી દિલ્હીની બ્રિટિશ એરવેઝની ફ્લાઈટનું ભાડું ૩.૯૫ લાખ રૂપિયા લેવામાં આવી રહ્યું છે. વિસ્તારાના પ્રવક્તાએ આ અંગે કહ્યું કે, કિંમત હંમેશા માગ અને પુરવઠા પર નિર્ભર કરે છે. ભારતથી યુકેના રૂટ પર હાલ ફક્ત ૧૫ ફ્લાઈટની મંજૂરી આપવામાં આવેલી છે. જ્યારે વધુ ક્ષમતા માટે મંજૂરી આપવામાં આવશે ત્યારે કિંમતો પોતાની જાતે જ ઘટવા લાગશે.

Previous articleએમેઝોન-ફ્લિપકાર્ટને ફટકોઃCCIને તપાસ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી
Next articleનિરવ મોદીને રાહતઃ લંડન હાઇકોર્ટે પ્રત્યર્પણ વિરુદ્ધ અપીલને મંજૂરી આપી