ગાંધીનગર,તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં માદરે વતન આવી શકે છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. આ પ્રોગ્રામ ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરથી તેનું લોકાર્પણ કરાશે. વડાપ્રધાન મોદી આગામી ૫ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન નિમિતે ગુજરાતના પ્રવાસે આવશે. જ્યાં વડાપ્રધાન મોદી ગુજરાતની શાળાઓને મોટી ભેટ આપશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલની પણ મુલાકાત લઈ શકે છે. આપને જણાવી દઈએ કે, સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં લગભગ ૮ હજાર કરોડ જેટલો માતબર ખર્ચો આવશે. જેમાં રાજ્યની ૨૦ હજાર પ્રાથમિક સ્કૂલોને અપગ્રેડ કરી સ્કૂલ ઓફ એક્સીલન્સમાં સમાવેશ કરાશે. તાલુકા દીઠ પ્રથમ તબક્કામાં ૪ સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સીલન્સમાં સમાવેશ કરાશે. પ્રથમ ૧૦૦૦ દિવસમાં ૧૦ હજાર સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સીલન્સ તરીકે તૈયાર કરવામાં આવશે. બાકીના ૫૦૦ દિવસમાં ૧૦ હજાર સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સીલન્સ તરીકે તૈયાર કરાશે.