બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ વિશ્વ વિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને આજરોજને મંગળવાર ના રોજ વિવિધ જાતના શાકભાજી ના ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.ભક્તોએ દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.હનુમાનજી મંદીરના કોઠારી સ્વામી પુજ્ય વિવેકસાગરદાસજી(અથાણાવાળા)દ્રારા વિવિધ જાતના શાકભાજીના દિવ્ય શણગારની હનુમાનજીદાદાની આરતી કરવામાં આવી હતી. હાલ શ્રાવણ માસ ચાલતો હોય તે નિમિત્તે મહાદેવજીની પુજા, અર્ચના કરવામાં આવી હતી. આજના શાકભાજીના શણગારના દિવ્ય દર્શન કરી હજારો ભાવીક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.જ્યારે દેશ-વિદેશના હજારો ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.