ગોઘાવટા ગામમા પ્રવેશ માર્ગ પર આવેલ ડીપથી ગામજનો પરેશાન

131

રાણપુર તાલુકાના ગોઘાવટા ગામમા પ્રવેશ માર્ગ ઉપર આવેલ ડીપમા વરસાદના પાણીમા વારંવાર ધોવાઇ જતા ગામની અંદર જવા અને બહાર આવવા માટે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ ડીપ ઉપર વહેલી તકે તંત્ર દ્વારા પુલ બનાવામા આવે તેવુ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે. રાણપુર તાલુકાના ગોઘાવટા ગામમાં પ્રવેશના માર્ગ ઉપર અવેડાના ઢાળ પાસે બેઠો ઢાળ આવેલો છે. આ ઢાળમા પાણીનુ આવે ત્યારે ધોવાઇ જતા ગામ સંપર્ક વિહોળુ બની જાય છે. આ ડીપ છેલ્લા ઘણા સમયથી તુટી જતા ગ્રામપંચાયત તરફથી માટી પુરાણ કરી ગામ લોકો અને રાહદારીઓ માટે સરૂ કરવામા આવે છે. પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે માટી ધોવાઇ જતા ડીપમા મોટામોટા ખાડાઓ પડી જાય છે. ચાલુ વર્ષમા થયેલા વરસાદના કારણે ડીપમા ધોવાળ થયુ હોવાથી વિડીઓ, ફોટોગ્રાફ, ટેલીફોનીક અને લેખીતમા તાલુકા એ.ટી.ડી.ઓ. રોનકભાઇ પટેલ, જિલ્લા પંચાયત તાલુકા ડેલીકેટ, તાલુ પંચાયતને વારંવાર જાણ કરવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામા આવતી નથી. માટે તંત્ર દ્વારા આ ડીપ પર પુલ મંજુર કરી વહેલી તકે પુલ બનાવવામા આવે તેવુ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે. આ અંગે ગ્રામપંચાયતના સરપંચ પ્રવિણભાઇ વાઘેલાએ જણાવ્યુ હતું કે આ ઢાળમા ખુબ મોટા ખાડા પડી ગયા છે અને રોડની સાઇડ ધોવાઇ ગઇ છે જેથી આ ઢાળ પસાર કરવામા ખુબજ મુશ્કેલી પડે છે અને દુર્ઘટના સર્જાય તેવી ભીતી રહે છે. માટે તંત્ર દ્વારા વહેલી તકે આ ઢાળની જગ્યાએ પુલ બનાવવામા આવે.

Previous articleરાણપુર તાલુકાના બરાનીયા અને પાટણા ગામ બન્યા સો ટકા રસીકરણયુક્ત ગામ
Next articleકુવાને ત્રણ ફુટની પારાપીટ બાંધવી જરૂરી