કાળઝાળ તાપના કારણે આગ અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે ત્યારે ઘોઘા તાલુકાના સાણોદર ગામે રહેતા મુકેશભાઈ નામના વ્યક્તિની ઈકો કાર (સીએનજી) નં.જીજે૪ એએ ૭૧૬ તેના ઘર પાસે પાર્ક કરી હોય જે અકસ્માતે સળગી ઉઠતા જોતજોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આ આગ એક ઘર સુધી પ્રસરી હતી પરંતુ ગ્રામજનોએ પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ કાર બળીને ખાક થઈ જવા પામી હતી.