ઈમામ હુસૈનની જન્મ જયંતિ અને ભાવનગરનાં ૨૯૬માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર એસ.ટી.ડેપો ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ ભાવનગર દ્વારા ઠંડા પાણીનાં પરબનું મેયર નિમુબેન બાંભણીયાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે એસ.ટી.નાં વિભાગીય નિયામક માલીવાડ તેમજ એસ.ટી. કર્મચારી મહામંડળનાં પ્રમુખ સતુભા ગોહિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસ.ટી. ડેપોમાં મુકાયેલા ઠંડા પાણીનાં પરબથી દુરથી આવતા મુસાફરોને રાહત થશે