ન્યુ દિલ્હી,તા.૧૦
અફઘાનિસ્તાનમાં દર વર્ષે સ્થિતિ બગડતી જઈ રહી છે. આ દરમિયાન ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાનમાં મઝાર-એ-શરીફમાં રહેલા કૉન્સુલેટમાં કાર્યરત ભારતીય કર્મચારીઓને હવે પાછા લાવવામાં આવશે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વને જોતા ભારતે આ મહત્વનો નિર્ણય લીધો છે કે ભારતના તમામ કર્મચારીઓ, અધિકારીઓને મઝાર-એ-શરીફથી પાછા બોલાવવામાં આવશે. અફઘાનિસ્તાનમાં દરરોજ સ્થિતિ બગડતી જઈ રહી છે અને તાલિબાનીઓનો કબજો વધતો જઈ રહ્યો છે. ગત ૨-૩ દિવસમાં જ તાલિબાને અફઘાનિસ્તાનના ૫ પ્રાંતની રાજધાનીઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ જ કારણ છે કે ભારત પોતાના અધિકારીઓને લઈને કોઈ રિસ્ક લેવા નથી ઇચ્છતું. મઝાર-એ-શરીફમાં રહેલા ભારતીય દૂતાવાસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે મંગળવાર સાંજના મઝાર-એ-શરીફથી એક સ્પેશિયલ ફ્લાઇટ નવી દિલ્હી માટે રવાના થશે, જે ભારતીય આસપાસ છે તેઓ સાંજની ફ્લાઇટથી નવી દિલ્હી રવાના થઈ જાય. જે પણ ભારતીયને નવી દિલ્હી રવાના થવાનું છે, તે તરત પોતાનું આખું નામ, પાસપોર્ટ નંબર અને અન્ય જાણકારી વ્હોટ્સએપ પર મોકલી દે. સાથે કૉન્ટેક્ટ નંબર પણ આપવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં અત્યારે તાલિબાનનો કબજો છે. રાજધાની કાબૂલ સહિત કેટલાક અન્ય સ્થાનો પર જ હવે અફઘાની સરકાર એક્ટિવ છે. ભારત અફઘાનિસ્તાનમાં એક મહત્વનો ભાગ ભજવે છે, આવામાં તાલિબાન તરફથી ભારતીય લોકો પર નિશાન સાધી શકાય છે. અફઘાનિસ્તાનમાં ભારતના એક પત્રકાર દાનિશ સિદ્દીકીની પણ તાલિબાનીઓએ હત્યા કરી દીધી હતી.
Home National International અફઘાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વને જોતા ભારત ખાસ વિમાન દ્વારા રાજદ્વારીઓને પાછા લાવશે