કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદમાં રોજના ૫૫૦૦ જેટલા ટેસ્ટિંગ

419

અમદાવાદ,તા.૧૦
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાએ ટેસ્ટિંગનું પ્રમાણ વધારી દીધું હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ. હેલ્થ ઓફિસરના મુજબ અમદાવાદમાં રોજના ૫૫૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડો. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર શહેરમાં જ નહીં પરંતુ રાજ્ય અને દેશમાં એક્સપર્ટોએ કોરોનાની ત્રીજી લહેરની શંકા-શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે કોરોના રસીકરણની સાથે-સાથે ટેસ્ટિંગ પર કરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરીથી ૩૯ જેટલા ડોમ કોરોના ટેસ્ટિંગ માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ પાલડી ટાગોરહોલમાં રેપિડ ટેસ્ટ અને ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ડો. ભાવિના સોલંકીના જણાવ્યા અનુસાર મોટાભાગના દર્દીઓને ઘરે જ સારવાર આપવામાં આવે છે. જ્યારે રસીકરણ અભિયાન અંતર્ગત અત્યારસુધીમાં ૩૧ લાખ લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. કોરોનાની સંભવત ત્રીજી લહેરની વચ્ચે શહેરનામાં મલેરિયા અને ડેન્ગ્યૂના કેસોમાં પણ વધારો થયો છે. જેમાં શહેરના કન્સ્ટ્રક્શન સાઈટ્‌સ, કોમર્શિયલ કોમ્પલેક્સ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, રહેણાંક વિસ્તારોમાં સર્વે કરીને મચ્છરના બ્રિડીંગ શોધી નાશ કરવાની અને દંડ વસૂલવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનના ૩ કેસનો સમાવેશ થાય છે. તેની સામે ૩ દર્દીઓને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે, ૨૪ કલાકમાં એક પણ દર્દીનું કોરોનાને કારણ મોત થયું નથી. રસીકરણની વાત કરવામાં આવે તો સોમવારે શહેરમાં ૪૨૫૨૯ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

Previous articleઅફઘાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વને જોતા ભારત ખાસ વિમાન દ્વારા રાજદ્વારીઓને પાછા લાવશે
Next articleગુજ. હાઈકોર્ટે પત્નીના રેપના ગુનામાં પતિને થયેલી ૧૦ વર્ષની સજા રદ કરી