રાજ કુન્દ્રાની જામીન અરજી ફરી એકવાર કોર્ટ ફગાવી દીધી, ૨૦ ઓગસ્ટ સુધી જેલમાં રહેવુ પડશે

570

તા. ૧૦ મુંબઈ
શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની જામીન અરજી પરની સુનાવણી ફરી મુલતવી રાખવામાં આવી છે. રાજ કુન્દ્રાની જામીન અરજી ફરી એકવાર કોર્ટ ફગાવી દીધી છે. રાજને હવે ૨૦ ઓગસ્ટે જેલમાં રહેવુ પડશે. રાજ કુન્દ્રાની સાથે તેના સહયોગી રિયાન થોર્પેની જામીન અરજી પરની સુનાવણી પણ મુલતવી રાખવામાં આવી છે. રાજ કુન્દ્રાને ૧૯ જુલાઈની રાત્રે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે ૨૦ જુલાઈએ રાજના આઈટી સાથીદાર રાયન થોર્પેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Previous articleતમામ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવ્યું છે, જે પણ રમતમાં ભાગ લીધો તેમાં તેમણે પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યોઃ અનુરાગ ઠાકુર
Next articleચીને ૩૦ થી વધુ અધિકારી સામે ડેલ્ટા વેરિયન્ટ નું સંક્રમણ ન અટકાવી શકવા બદલ કાર્યવાહી કરી