તા. ૧૦ વુહાન
કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ચીનમાં ઝપથી ફેલાઇ રહ્યો છે તેવામાં ચીને ૩૦થી વધુ અધિકારીને ડેલ્ટા વેરિયન્ટને ફેલાતો ન અટકાવી શકવા બદલ સજા આપી છે. મેયર સહિતના ૩૦ અધિકારીને સજા અપાઇ છે. ચીન સરકારે એરપોર્ટ, હોસ્પિટલ્સના ડિરેક્ટરોને પણ સજા ફટકારી છે. જે અધિકારીઓની લાપરવાહીને કારણે સંક્રમણ ફેલાયું છે તે દરેક સામે કાર્યવાહી કરવાનો ચીનની સરકારે નિર્ણય લીધો છે. છેલ્લા એક મહિનામાં ૯૦૦ કેસ નોંધાતા સરકારે કડક પગલા લેવાનું શરૂ કર્યું છે ઉલ્લેખનિય છે કે, મોસ્કોથી આવેલા ૭ પ્રવાસીઓ કોરોના સંક્રમિત હતા. જેના કારણે એરપોર્ટના સફાઇ કામદાર સંક્રમિત થયા અન ત્યારબાદ ચીનમાં વુહાન સહિતના ૧૫ વિસ્તારમાં ફરી ડેલ્ટા સંક્રમણના કેસ નોંઘાવા લાગ્યાં. એરપોર્ટથી ડેલ્ટા વાયરસની એન્ટ્રી થઇ હોવાથી જે-તે અધિકારીની બેદરકારીને ધ્યાનમાં લેતા આવા ૩૦ અધિકારીઓ સામે કડક પગલા લેતાં તેમને કડક સજા કરાઇ છે. જોકે ચીનની વિશાળ જનસંખ્યાના મોટા ભાગને વેક્સિન આપવામાં આવી ગઈ છે છતાં પણ અધિકારી વેક્સિનેશન પર ભરોસો ન કરવાને બદલે વાઇરસને બહાર કાઢવા માટે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ અને લોકડાઉનની નીતિ લાગુ કરવાની તૈયારીમાં છે. ઉલ્લેખનિય છે કે, દુનિયાના ૧૩૫ દેશોમાં ડેલ્ટા વેરિયન્ટનો કહેર ફેલાયો છે.