પેન્શન યોજનામાં પણ સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે ભારતીય પબ્લિક સર્વિસ કર્માચારી યુનિયન દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા રજૂઆત કરી હતી. યુનિયનના ઉપપ્રમુખ વિષ્ણુભાઇ પટેલે કહ્યુ કે, રાજનાથસિંહ સાથે બેઠક થઇ છે અને કેબિનેટમાં સુધારા સાથે રજૂ કરી યુનિયનની માંગણી સંતોષવામાં આવશે.
ભારતીય કર્મચારી યુનિયન દ્વારા કર્મચારીઓની સમસ્યાઓને લઇને રજુઆત કરવામાં આવી હતી. દિલ્લીમાં મળેલી બેઠકમાં સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પી કે સિન્હા સાથે યુનિયનનુ પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ઉપપ્રમુખ વિષ્ણુભાઇ પટેલે કહ્યુ કે, જૂની પેન્શન યોજના શરૂ કરવા, નિવૃતિ વય ૬૨ વર્ષ કરવા, આઉટ સોર્સિગના કર્મચારીઓ માટે યોગ્ય નીતિની રચના કરવા, આંગણવાડી કર્મચારીઓનુ થતુ શોષણ અટકાવવા સહિતા મુદ્દા ઉપર કેબિનેટ મંત્રી રાજનાથસિંહ સાથે ચર્ચા કરવામાં આવી હતી.