પ્રતીક ગાંધી ફરી એકવાર હંસલ મહેતા સાથે કામ કરશે

224

મુંબઈ,તા.૧૧
ગયા વર્ષે વેબ સીરિઝ ’સ્કેમ ૧૯૯૨’માં પાવરફુલ પર્ફોર્મન્સ આપ્યા બાદ, પ્રતીક ગાંધી ભૂષણ કુમાર, શૈલેષ આર સિંહ અને હંસલ મહેતાની ફિલ્મમાં લીડ રોલ ભજવવા માટે તૈયાર છે. જેનું ટાઈટલ હજી નક્કી કરાયું નથી. આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં પ્રીટી એક્ટ્રેસ ખુશાલી કુમાર જોવા મળશે. જે પોતાના મ્યૂઝિક વીડિયોથી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે અને હાલમાં જ તેણે આર માધવન અને અપાશક્તિ ખુરાના સાથેની સાઈકોલોજિકલ થ્રિલર ડેબ્યૂ ફિલ્મનું શૂટિંગ ખતમ કર્યું છે. ઉત્તરપ્રદેશના નાનકડા શહેરમાં સેટ સ્થાપિત કરવામાં આવશે અને આ ફિલ્મનું ડિરેક્શન પુલકિત દ્વારા કરવામાં આવશે, જેઓ રાજકુમાર રાવ સ્ટારર સીરિઝ ’બોઝઃ ડેડ ઓર અલાઈ’ના ડિરેક્ટર રહી ચૂક્યા છે. પહેલીવાર સાથે કામ કરી રહેલા, પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારે ફિલ્મ માટે મુંબઈમાં પહેલાથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આ યૂનિક ફેમિલી ડ્રામા સામાન્ય માણસના સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભૂષણ કુમાર અને શૈલેષ આર સિંહ કંગના રનૌત સ્ટાટર ’સિમરન’ (હંસલ મહેતા દ્વારા ડિરેક્ટેડ) તેમજ સની કૌશલ અને નુસરત ભરુચાની અપકમિંગ ફિલ્મ ’હુરદંગ’ બાદ ફરી એકવાર સાથે કામ કરતાં જોવા મળશે. પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારની ફિલ્મ વિશે વાત કરતાં ભૂષણ કુમારે જણાવ્યું કે, ’કહાણી એકદમ સરળ છે પરંતુ અસલી છે. આ એવી ફિલ્મ છે જેની સાથે દેશના લાખો લોકો પોતાને સાંકળી શકશે. મને ખુશી છે કે, શૈલેષ, હંસલ અને હું ફરીથી આ રસપ્રદ પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છીએ. શૈલેષે ઉમેર્યું કે ’આ કહાણી અનેક ભારતીયોને થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે. અમારા દર્શકો ઘણી બધી રીતે આ ફિલ્મ સાથે કનેક્ટ થઈ શકશે. મને આનંદ છે કે, ભૂષણજી અને હંસલજી સાથે ઓન સ્ક્રીન પર આ કહાણી લઈને આવી રહ્યો છું, જેમને કહાણી કહેવી ગમે છે જે તેમના દર્શકો પર અસર છોડે છે. તો ડિરેક્ટર પુલકિતે કહ્યું કે ’આ ફિલ્મ મારા દિલની નજીક છે. આ એક સામાન્ય માણસની પોતાની જમીન પરત મેળવવા માટેના ગૌરવપૂર્ણ સંઘર્ષની વાર્તા છે. વાર્તા સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની આસપાસ ફરે છે, જેઓ સિસ્ટમ, પાવર અને કાયદાના દુરુપયોગ સામે લડે છે.

Previous articleહિંદુ ધર્મની લાગણી દુભાય તેવા પોસ્ટરો લગાવાતા ભારે હોબાળો
Next articleઓલમ્પિક ગોલ્ડ વિજેતા નીરજ ચોપરાને મળેલા ઇનામો પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે