ભાવનગર જિલ્લા સહિત નવ જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. ભાવનગર જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ સાતપડાની શ્રીજી વિદ્યાલય અને મહુવાની હનુમંત હાઈસ્કૂલમાં યોજાઈ ગયો. મહુવાની હનુમંત હાઈસ્કૂલમાં આચાર્યશ્રી તથા નિયામક હરપાલભાઇ વાળાના નેતૃત્વમાં યોજાયો.જ્યારે સાતપડા ખાતે એ.સી. એફ.શ્રી વત્સલભાઈ પંડ્યા આચાયૅ શ્રી ભરતભાઈ ગોટીના સાનિધ્યમાં યોજાયો.મા.મુખ્યમંત્રી વર્ચ્યુઅલ રીતે રાજ્ય ના વિદ્યાર્થીઓ અને વન વિભાગ સાથે જોડાયાં હતાં.વિશ્ર્વ સિંહ દિવસના જિલ્લા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે પ્રાસંગિક વાત કરી હતી.ઝુમના માધ્યમથી એક પરીસંવાદ નું આયોજન થયું હતું. રાજ્યના પર્યાવરણ પ્રેમીઓને “માનવમિત્ર સિંહનું સંરક્ષણ” તે વિષય પણ બોલતા પર્યાવરણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે આપણા પ્રદેશનું મહામૂલું ઘરેણું સિંહને જાળવવાની આપણાં સૌની પ્રાથમિક અને પર્યાવરણીય ફરજ છે. જે રીતે ગુજરાતના લોકો સિંહ સાથે જોડાઈ ગયાં છે, તેમને જાળવી રહ્યા છે તે જોતા દર પાંચ વર્ષે સિંહની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો જોવા મળે છે. આ ગ્રોથ આગળ જતાં ઊંચો પણ જઈ શકે તેમ છે તેથી ૨૦૦૧માં સિંહની વસ્તી ૩૨૭ હતી જે ૨૦૨૦માં ૬૭૪ થઈ છે અને આ જ રફતાર જો ચાલુ રહી તો ૨૦૫૦માં ગુજરાતમાં ખૂણે અને રાજસ્થાનની સરહદ સુધી અને મધ્યપ્રદેશના જંગલો સુધી સિંહ વિહરતો જોવાં મળશે. જે સૌ કોઈ માટે ગૌરવની બાબત હશે. આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ આ વિરાસતને આપણે જાળવવામાં કોઈ કસર ન છોડીએ.આ ઓનલાઇન પરિસંવાદ ભરુચની વિદ્યાવિહાર હાઈસ્કૂલના સહયોગથી યોજાયો હતો. કાયૅક્રમ નું સંચાલન ઉર્વીબેન ભટ્ટે કર્યું હતું.ડો.મહેશભાઈ ઠાકરે એ સંકલન કર્યું હતું.