તાઃ૧૧/૮ના રોજ હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદમાં ભાવનગર બસ સ્ટેશનમાં મુસાફર જનતાની સેવા મા યાદે હુસૈન ગૃપ દ્વારા ભાવનગરના વિભાગીય નિયામક વાળા સાહેબ તથા ડેપો મેનેજરમહેતાસાહેબ તથા પરિવહન અધિકારી પૃથવીસિહના અધ્યક્ષતામાં કામદાર આગેવાન જયદેવસિંહ. એચ.ગોહિલ., દિલીપસિંહ ગોહિલ, સુખદેવસિંહ જાડેજા,તથા સી.એચ.જાડેજા. પ્રહલાલસિંહ ગોહીલના વરદહસ્તે બીસલેરી પાણી ની બોટલ અને વેફર નું મુસાફર જનતાની સેવામાં ઈમામ હુસૈનની યાદમાં વિતરણ કરવામાં આવ્યું હતું. યાદે હુસૈન કમીટી દ્વારા ૧૦૦૦ પાણી ની બોટલ અને વેફરનુ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન ટ્રાફિક કંટ્રોલર મુસ્તાકભાઈ મેઘાણી એ કયુઁ હતું અને સંચાલન શબ્બરભાઈ ભોજાણી એ કર્યુ હતું. આભાર વિધિ જયદેવસિંહ ભાઈ ગોહિલ એ કરી હતી.કાર્યકરો મા શબીરસારાણી તથા રજાકભાઈ સાણોદર તથા અન્ય સેવકોએ હાજરી આપી હતી.