ઘેલા સોમનાથ મંદીરના શીખરે કળશ અર્પણ કરનાર સિહોરના બ્રહ્મ અગ્રણીનું સન્માન

132

સિહોરના ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રહ્મસમાજના પ્રમુખ તેમજ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી અજયભાઈ શુકલ દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઘેલા સોમનાથ દાદાના મંદિરે શિખર ઉપર મુખ્યકળશ અર્પણ કરી ભારત દેશ કોરનામુક્ત બને તે માટે પ્રાથના કરી હતી બાદ તા ૧૦ ઓગસ્ટ ના દિવસે પિતા ગજાનનભાઈ શુકલની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યથાશક્તિ યોગદાન આપવાનું નક્કી કરેલ જેમાં પુણ્યતિથિ દીને પિતા ગજુદાદાની યાદ સ્વરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે આવેલ ગણપતિ મંદિર તથા મીનળદેવી મંદિર તથા અન્ય મંદિર સહિત પાંચ શિખર કળશ અંદાજીત એક લાખ ત્રીસ હજારની કિંમતના અર્પણ કર્યા હતા.અજયભાઈ શુકલ હર હંમેશ ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રેસર રહે છે ત્યારે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તેમના પિતા સ્વઃ ગજુદાદાના સ્મરણાર્થે શિખર ઉપર મુખ્યકળશ તથા બીજા પાંચ સહિત કુલ છ કળશ પોણા ત્રણલાખથી પણ વધુના કિંમતના મુખ્ય શિખરો ધાર્મિક વિધિવિધાનપૂર્વક અર્પણ કર્યા હતા આ પ્રસંગે શુકલ પરિવાર સાથે સિહોર સાડા ચારસો જ્ઞાતિ મંડળ, ટ્રસ્ટી મંડળ, ભાવનગર જ્ઞાતિ મંડળ, મિત્ર મંડળ, સહિત ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી વહીવટદાર મનુભાઈ શીલું, દ્વારા શુકલ પરિવારનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

Previous articleભાવનગર એસ.ટી.બસ સ્ટેશનમાં મુસાફરોને પાણીની બોટલ-વેફરનું વિતરણ કરાયું
Next articleહિમાચલપ્રદેશમાં ભેખડો ધસી પડતાં ૧૪નાં મોત