ગાંધીનગરમાં સે.૧૫ની સરકારી કોમર્સ કોલેજની સામે સે.૧૬માં યૂથ હોસ્ટેલ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર, હેપ્પી યૂથ ક્લબ તથા જુનિયર સિટીઝન કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે દાંતની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલના તબીબો દ્વારા લાભાર્થીના દાંતની તપાસ કરી આપવામાં આવી હતી.
ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં નેહરૂ યુવા કેન્દ્રના યૂથ કો-ઓર્ડિનેટર રજનીકાંત સુથાર, જુનિયર સિટીઝન કાઉન્સિલના જીલુભા ધાંધલ, સ્થાનિક સામાજિક અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા, હેપ્પી યૂથ ક્લબના કોષાધ્યક્ષ ભાવના રામી તેમજ હેપ્પી યૂથ ક્લબના સ્વયંસેવકો નીરવ પરમાર, અભિષેક શર્મા, હર્ષ પ્રજાપતિ, જયસુખ વાઘેલા, ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં ૫૦થી વધુ દર્દીઓએ પોતાના દાંતની તપાસ કરાવી હતી.
આ કેમ્પના લાભાર્થીને જરૂર પડે કર્ણાવતી ડેન્ટલ હોસ્પીટલમાં સારવાર પૂરી પાડવામાં આવશે જેમાં કેસ ફી, દાંત પાડવાની સેવા, દાંતમાં ચાંદી પુરવાની સેવા, દાંત સાફ કરવાની હેન્ડ સ્કેલિંગ સેવા તેમજ દાંતની દવાઓ પણ વિના મૂલ્યે હોસ્પિટલ ખાતેથી ઉપલબ્ધ થશે. આ સિવાયની સારવારમા પણ રાહત દરે સેવા પૂરી પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ સુધીની બસ સેવા હોસ્પિટલ દ્વારા દરરોજ નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવે છે તેમજ બીપીએલ કાર્ડ ધારક દર્દીઓને દાંતની ઘણી બધી સારવારો તદ્દન વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.