ન્યુ દિલ્હી,તા.૧૧
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ૧૨ ઓગસ્ટે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ લોન્ચ કરશે. આ સેટેલાઈટને ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આકાશમાં ‘આંખ’ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે અટકેલી ઈસરોની ગતિવિધિઓને આ લોન્ચિંગથી ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. આ સેટેલાઈટ ( EOS-૦૩)ને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-હ્લ૧૦(ય્જીન્ફ)થી ૧૨ ઓગસ્ટની સવારે ૫.૪૩ વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ફાઈનલ લોન્ચ મોસમની સ્થિતિઓ પર નિર્ભર રહેશે.
આ સેટેલાઈટને જિયો ઈમેજિંગ સેટેલાઈટ-૧ પણ કહેવામાં આવે છે. આના દ્વારા ભારતની સાથે-સાથે ચીન અને પાકિસ્તાનની સરહદો પર પણ નજર રાખી શકાશે. આ કારણથી આ સેટેલાઈટને ‘આઈ ઈન ધ સ્કાય’ પણ કહેવામાં આવે છે. અંતરિક્ષ વિભાગના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે હાલમાં જ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ( EOS-૦૩) સમગ્ર દેશની દરરોજ ૪-૫ તસવીરો મોકલશે. આ સેટેલાઈટની મદદથી જળાશયો, પાક, તોફાન, પૂર અને ફોરેસ્ટ કવરામાં થનારા ફેરફારોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ સંભવ થશે.
આ સેટેલાઈટ ધરતીથી ૩૬ હજાર કિમી ઉપર સ્થાપિત થયા પછી એડવાન્સ ‘આઈ ઈન ધ સ્કાય’ એટલે કે આસમાનમાં ઈસરોની આંખ તરીકે કામ કરશે. આ સેટેલાઈટ પૃથ્વીના રોટેશનની સાથે સિન્ક થશે, જેનાથી એવું લાગશે કે એ એક જગ્યાએ સ્થિર છે. આ મોટા વિસ્તારની રિયલ-ટાઈમ ઈન્ફોર્મેશન આપવામાં સક્ષમ છે. આ અત્યંત ખાસ છે કેમકે અન્ય રિમોટ સેન્સિંગ સેટેલાઈટ્સ લોઅર ઓર્બિટ્સમાં છે અને તે નિયમિત ઈન્ટરવલ પછી એક સ્પોટ પર પરત આવે છે. તેની તુલનામાં EOS-૦૩ રોજ ચાર-પાંચ વખત દેશની તસવીરો ખેંચશે અને વિવિધ એજન્સીઓને હવામાન તથા જળવાયુ પરિવર્તનને સંબંધિત ડેટા મોકલશે. ઈસરોનુંGSLV-F10 રોકેટ ૨૨૬૮ કિલોનાGisat-1ને જિયો-ઓર્બિટમાં સ્થાપિત કરશે. આ સેટેલાઈટને EOS-૦૩ કોડ નામ આપવામાં આવ્યું છે. ઈસરો માટે આ વર્ષનું પ્રથમ પ્રાઈમરી સેટેલાઈટ લોન્ચ છે. તેના પહેલા ઈસરોએ ૨૮ ફેબ્રુઆરીએ ૧૮ નાના સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. તેમાં કેટલાક દેશી સેટેલાઈટ્સ હતા અને બ્રાઝિલનો Amazonia-1પ્રાઈમરી સેટેલાઈટ પણ હતો. આ નવી સિરિઝના જિયો સેટેલાઈટનું લોન્ચ ગત વર્ષથી ટળતું આવ્યું છે. આ વર્ષે પણ ૨૮ માર્ચે તેનું લોન્ચ નક્કી થયું હતું. ત્યારે ટેક્નિકલ ગરબડના કારણે લોન્ચ ટળી ગયું હતું. તેના પછી એપ્રિલ અને મેમાં પણ લોન્ચની તારીખો નક્કી થઈ. એ સમયે કોવિડ-૧૯ સંબંધિત પ્રતિબંધોના કારણે લોન્ચિંગ થઈ શક્યું નહોતું.
ઈસરોએ સેટેલાઈટ દ્વારા ફેયરિંગ કેપ્સુલમાં ફેરફાર કર્યા છે. આ કાર્ગો હોલ્ડ તરીકે કામ કરશે. આ લોન્ચ માટે પ્રથમવાર ૪ મીટર ડાયામીટરવાળા ઓઝાઈવ શેપવાળા પેલોડ ફેયરિંગ (હીટ શીલ્ડ)નો ઉપયોગ કરવામાં આવશે. આ શેપ એરોડાયનેમિક્સને પ્રોત્સાહન આપશે.
Home National International આજે ઇસરો ઉપગ્રહ EOS-૦૩ને લોન્ચ કરશેઃ હવામાનની માહિતી મેળવવામાં સરળતા રહેશે