લોર્ડ્સ,તા.૧૧
ટીમ ઇન્ડિયાએ આજથી એટલે કે ૧૨ ઓગસ્ટથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમવાની છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ વરસાદના કારણે ડ્રો થઇ હતી. પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ હાલમાં ૦-૦થી બરાબરી પર છે. ભારત લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ મેચને જીતીને ૧-૦ની લીડ લેવા ઈચ્છશે. લોર્ડ્સની પીચને ધ્યાનમાં રાખીને કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં ટીમમાં મોટા ફેરફાર કરી શકે છે. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારત દમદાર પ્લેઈંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે, આગામી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા ચાર ફાસ્ટ બોલરો અને એક સ્પિનરની ??સાથે ઉતરશે. વિરાટ કોહલીએ આ ટીમ કોમ્બિનેશનને યોગ્ય કહ્યું છે. રવિન્દ્ર જાડેજાની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. વિરાટ કોહલીના નવા પ્લાન મુજબ, લૉર્ડ્સમાં આજથી રમાવા જઇ રહેલી બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનમાંથી કોઈ એકને જ રમવાની તક મળશે. રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. જો કે, બોલિંગ દરમિયાન તેમને એક પણ વિકેટ મળી ન હતી. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી શકશે નહીં. ખરેખર, રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ટેસ્ટમાં કશું ખોટું કર્યું નથી. રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ટેસ્ટ મેચમાં ૫૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિન કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ સારી બેટિંગ કરી, પરંતુ બોલિંગ કરતી વખતે તેઓ એક પણ વિકેટ લઈ શક્યા નહીં, આવી સ્થિતિમાં વધુ સારા સ્પિન બોલર ન હોવાને કારણે રવીન્દ્ર જાડેજાનું કાર્ડ પ્લેઇંગ ઇલેવનમાંથી કાપી શકાય છે અને તેમની જગ્યાએ રવિચંદ્રન અશ્વિન ટીમમાં સામેલ કરી શકાય છે. બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવન આવી હોઇ શકે છે. રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.