IAS ટીના ડાબી અને અતહર ખાનની લવ સ્ટોરીનો ધ એન્ડ, તલાક પર કોર્ટની મહોર

503

જયપુર,તા.૧૧
સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) પરીક્ષા ૨૦૧૫ની ટોપર આઈએએસ ટીના ડાબી અને તેના આઈએએસ પતિ અતહર ખાનને જયપુર ફેમિલી કોર્ટે તલાક આપી દીધા છે. બંનેએ ગત વર્ષે નવેમ્બર ૨૦૨૦ દરમિયાન આંતરિક સહમતિ સાથે તલાક માટે અરજી કરી હતી. બંનેએ ૨૦૧૮ના વર્ષમાં એક હાઈપ્રોફાઈલ લગ્ન કર્યા હતા જેમાં અનેક વરિષ્ઠ રાજનેતા, નૌકરશાહ અને અન્ય ફેમસ લોકો સામેલ થયા હતા. કાશ્મીરના રહેવાસી અતહર ખાને ૨૦૧૫માં યુપીએસસી સિવિલ પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું હતું. તે જ વર્ષે ટીના ડાબીએ સિવિલ સેવા પરીક્ષામાં ટોપ કર્યું હતું. ટીના અને અતહરની જોડી ટ્રેઈનિંગ દરમિયાન એકબીજાની નજીક આવી હતી તેવું માનવામાં આવે છે. બંને રાજસ્થાન કેડરના અધિકારી છે અને હાલ જયપુરમાં તૈનાત છે.
ટીના ડાબી અને અતહરની શાદીને લઈ હિંદુ મહાસભાએ વિરોધ નોંધાવ્યો હતો અને તેને લવ જિહાદનું ષડયંત્ર ગણાવ્યું હતું. અતહર અનંતનાગનો રહેવાસી છે અને ટીના દિલ્હીની રહેવાસી છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જોકે પોતાના સંબંધોમાં આવેલા ઉતાર-ચઢાવનો તેમણે કોઈ જ ઉલ્લેખ નહોતો કર્યો.

Previous articleભાજપ નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાંખ્યાઃ અંતે મોતને ભેટ્યા
Next articleનીતિશ કુમાર હત્યા કરીને ગાદી પર બેઠા છે એ કેમ નથી દેખાડતા? તેજ પ્રતાપ યાદવ