ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીએ આજે અલ્જેરીયા ગવર્મેન્ટ સાથે સમજુતી કરાર કર્યા હતા. જેમાં પોલીસ અધિકારીઓ, ન્યાય તંત્ર અને સરકારી અધિકારીઓ માટે સાયબર સીકયોરીટી, ડીજીટલ ફોરેન્સીક, મોબાઈલ ફોરેન્સીક જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવા સંમત્તિ સધાઈ હતી.
આ ઉપરાંત ફોરેન્સીક યુનિવર્સિટી અલ્જેરીયાની લેબોરેટરીને અદ્યતન બનાવવામાં સહકાર આપશે. આ ઉપરાંત આર્મી પોલીસ ફોર્સ, સરકારી વાહનો, બુલેટ પ્રુફ ટેસ્ટીંગની સુવિધા પુરી પાડવામાં મદદરૂપ થશે.