બાળ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લા સેવા સદન, ગાંધીનગર ખાતે બાળ સુરક્ષા રથને જિલ્લા પોલીસ વડા વિરન્દ્રસિંહ યાદવે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંજય પટેલ સમાજ સુરક્ષા અધિકારી મહિપાલસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, આ બાળ સુરક્ષા રથ ગાંધીનગર જિલ્લાના તમામ ગામોમાં બે માસ માટે ફરીને બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાના કાયદાની જાણકારી આપશે.
તા. ૨૧ જુન, ૨૦૧૮ સુધી દરરોજ ગાંધીનગર જિલ્લાના પાંચ ગામોમાં સવારના ૯ થી ૬ કલાક બાળ સુરક્ષા રથ દ્વારા બાળકોના વિવિધ કાયદાઓ અને યોજનાઓની જાણકારી સહિત સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓના જરૂરતમંદ લાભાર્થીઓને લાભ આપશે.