પ.બંગાળમાં ભાજપ કાર્યકરની મૂક પત્ની ગેંગરેપઃ સાંસદોએ સંસદ ભવનમાં દેખાવો યોજ્યા

466

કોલકાત્તા,તા.૧૧
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ સતત થઈ રહેલી રાજકીય હિંસાએ મમતા બેનરજીની સરકાર પર સવાલો ઉભા કર્યા છે.
તેમાં પણ ભાજપના એક કાર્યકરની મૂક પત્ની પર ગેંગરેપના મામલા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે. આજે આ ઘટનાના વિરોધમાં ભાજપના સાંસદોએ સંસદ ભવનના ગેટની સામે ધરણા કર્યા હતા અને મમતા બેનરજીના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ કોલકાતામાં ભાજપના કાર્યકરોએ મશાલ સરઘસ કાઢ્યુ હતુ. ભાજપના બંગાળના આગેવાન અ્‌ને સાસંદ દિલિપ ઘોષનુ કહેવુ છે કે, ભાજપના કાર્યકરો પર મમતા બેનરજીની પોલીસે ૩૫૦૦૦ ખોટા કેસ કર્યા છે. ૫૦ થી વધારે ભાજપ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે. પાંચ એમએલએ સામે ફરિયાદ કરાઈ છે અને તેમની ગાડીઓ પર હુમલો કરાયો હતો. બંગાળમાં અરાજકતા વચ્ચે મમતા બેનરજી વડાપ્રધાન બનાવાના સપના જોઈ રહી છે. એક મહિલા સીએમ હોવા છતા તેમના રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અને તેમને સીએમ તરીકે રહેવાનો અધિકાર નથી. રેપ પીડિતા મહિલાની ફરિયાદ પ્રમાણે તે રાત્રે ઘરે એકલી હતી ત્યારે ટીએમસીના બે નેતાઓ અને બીજા ત્રણ લોકોએ ઘરમાં ઘૂસીને તેના પર રેપ કર્યો હતો. મહિલાનો પતિ અને ભાજપ કાર્યકર બહારગામ ગયો હતો. તે બીજા દિવસે ઘરે આવ્યો ત્યારે તેણે પોતાની પત્નીને બેહોશ પડેલી જોઈ હતી. તેને એ પછી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવમાં આવી છે. પીડિત મહિલાને થોડા સમય પહેલા સ્ટ્રોક આવ્યો હતો અને તે બોલી શકતી નથી.

Previous articleરાહુલ ગાંધીએ અમારી પોલીસનો ભંગ કર્યો છેઃ ટિ્‌વટરનું દિલ્હી હાઇકોર્ટમાં નિવેદન
Next articleઓડિશા સરકાર રાજ્યમાં ૬૯૩ કરોડના ખર્ચે ૮૯ બહુહેતુક ઇન્ડોર સ્ટેડિયમ બનાવશે