ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ સિલીન્ડર અર્પણ કરતા પ્રાંત અધિકારી લાઠી તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર, ટીડીઓ, લાઠી સહિત ગેસ એજન્સીઓના સંચાલકો સહિતનાઓ દ્વારા આજે ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સીલીન્ડર લાઠી દામનગરના એક સો જેટલા લાભાર્થીઓને ગેસ સિલીન્ડર અર્પણ કરાયા હતા. સરકારની યોજનાનો લાભ મેળવતા જરૂરીયાતમંદોને ઉજ્જવલા યોજનાનો લાભ મેળવવા માટે સ્થાનિક અગ્રણીઓ સરકારી તંત્ર અને ગેસ એજન્સીઓના સંકલનથી ખરી જરૂરીયાતમંદ વ્યક્તિઓ સુધી ઉજ્વલા યોજના પહોંચાડી હતી. લાઠી દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની બહેનોને ગેસ સીલીન્ડરની સરકાર તરફથી મળેલ ભેટથી અનેકો મહિલાએ ખુશી વ્યક્ત કરી હતી.