રાજુલાના જુની બારપટોળીના યુવકે જીપીએસસી-૨ પરીક્ષા પાસ કરી

1115
GUJ2342018-4.jpg

રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામના વતની અને પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ એવા પરેશભાઈ મગનભઆઈ લાડુમોરે થોડા સમય પહેલા ગુજરાત સરકાર તરફથી લેવામાં આવેલ જીપીએસસી કલાલ ટુની પરીક્ષા આપેલ હતી જેમા સમગ્ર ગુજરાતમાંથી ૧૭૬ જેટલા વિદ્યાર્થી પાસ થયા હતા સરકાર તરફથી ૫૦ વિદ્યાર્થીઓની નિમણુંક આ સંદર્ભે કરવાની હોય મૌખી ઈન્ટરવ્યુ ગોઠવાતા જુની બારપટોળી ગામના પરેશભાઈ લાડુમોર તેમાં ૧૨માં ક્રમે ઉતીર્ણ થયા હતા અને સરકાર તરફથી તેમને બાગાયતી વિભાગમાં કલાસ ટુ ઓફિસર તરીકે નિમણુંક આપવામાં આવેલ છે.જુની બારપટોળી ગામમાં ચૈતન્ય હનુમાન મંદિરે તેમનો શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચાળી આહિર સમાજના પીઠાભાઈ નકુમ, નાયબ મામલતદાર કાછડ, બાબુભાઈ જાળધરા, પીઆઈ બચુભાઈ કળસરીયા, વલ્લભભાઈ લાડુમોર કરશનભાઈ કળસરીયા, ડો.વાઘમશી સરપંચ આતાબાઈ વાઘ માજી સરપંચ હસુરભાઈ લાખણોત્રા લખનભાઈ કાતરીયા ગામના ઉર્જા મૈયા, ગામ લોકો શાળા પરીવાર તેમજ મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાંચાળી આહીર સમાજનું ગૌરવ વધારવા બદલ સમાજના લોકોએ શુભેચ્છા પાઠવી હતી તો જુની બારપટોળી શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના શિક્ષક મનિષભાઈ સોંડાગર તેમજ શાળા પરીવારે તેમને બિરદાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન લખનભાઈ કાતરીયાએ કર્યુ હતું.

Previous articleભુરખીયા હનુમાનજી મંદિર ખાતે લાભાર્થીઓને ગેસ સીલીન્ડર અર્પણ
Next articleસતપુરાણી બારોટ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયા