હુમલા બાદ સેનાએ આતંકીઓને ઘેરી લીધા અને બંનેની વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓના ફસાયાની શક્યતા
શ્રીનગર, તા.૧૨
જમ્મુ-કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકીઓએ સેનાને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આતંકવાદીઓએ ગુરૂવારે બીએસએફના કાફલા પર હુમલો કર્યો. આ આતંકી હુમલા બાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ પણ શરૂ થઈ ગઈ છે. ત્રણ આતંકી ફસાયા છે. આતંકવાદીઓ વિરૂદ્ધ બીએસએફ ઑપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે આતંકીઓએ જવાન પર ફાયરીંગ શરૂ કરી દીધું હતું. બીએસએફના કાફલા પર આ હુમલો દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં માલપોરા કાજીગુંડ નજીક શ્રીનગર-જમ્મુ હાઈવે પર થયો છે. આ હુમલામાં કોઈ જાનહાનિ થવાની જાણ નથી. હુમલા બાદ સેનાએ આતંકીઓને ઘેરી લીધા અને બંનેની વચ્ચે અથડામણ જારી છે. ત્રણ આતંકીઓના ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે એક ન્યુઝ એજન્સી સાથે હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ છે કે કુલગામમાં બીએસએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે. કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આતંકવાદીઓએ સેનાએ ઘેરી લીધા છે અને સેનાએ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરીંગ જારી છે. તેમણે જણાવ્યુ કે પોલીસ, સીઆરપીએફ અને આર્મીના સીનિયર અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. આતંકવાદીઓએ બે દિવસ પહેલા ૧૦ ઓગસ્ટે સીઆરપીએફની પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આતંકવાદીઓએ આ હુમલો દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના ક્રાલચેક વિસ્તારમાં થયો હતો.