ઈશ્વરિયામાં આ ઉનાળે પાણીનો દેકારો થયો છે. મહિ-નર્મદા યોજના આધારિત આ ગામને ઉપરવાસ જ પાણીની તંગી સર્જાઈ છે ત્યારે પરેશાની સર્જાઈ છે. ગ્રામપંચાયતની રજુઆતોથી સરકારશ્રીના પાણી પૂરવઠા વિભાગ દ્વારા લોકફાળા સાથે ગામના ઈશ્વરપુર વિસ્તારમાં ડાર કરવાની પ્રક્રિયા ચાલુ છે. પણ અત્યારે તો પશુઓના અવેડામાંથ પાણી ભરવુ પડે તેવુ પણ થઈ રહ્યુ છે.