દેશના ૧૫૨ પોલિસકર્મીઓને મળશે આ વર્ષનો એક્સીલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલ

134

ન્યુ દિલ્હી,તા.૧૨
દેશના ૧૫૨ પોલિસકર્મીઓને આ વર્ષે યુનિયમ હોમ મિનિસ્ટર્સ મેડલ ફૉર એક્સીલેન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજવામાં આવશે. ઉત્કૃષ્ટ વિવેચના માટે આ પોલિસકર્મીઓને સમ્માનિત કરવામાં આવશે. વર્ષ ૨૦૨૧ના આ અવૉર્ડ માટે સૌથી વધુ સીબીઆઈના ૧૫ પોલિસકર્મી શામેલછે. વળી, આ ૧૫૨માંથી ૨૮ મહિલા પોલિસ અધિકારી પણ શામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી છે. સીબીઆઈના ૧૫ કર્મીઓ ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પોલિસના ૧૧-૧૧, ઉત્તર પ્રદેશ પોલિસના ૧૦, કેરળ અને રાજસ્થાન પોલિસના ૯-૯, તમિલનાડુ પોલિસના ૮, બિહારના ૭, ગુજરાત, કર્ણાટક અને દિલ્લી પોલિસના ૬-૬ કર્મીઓને અવૉર્ડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે ૨૦૨૦માં કુલ ૧૨૧ પોલિસ અધિકારીઓને આનાથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ સર્વાધિક ૧૫ અધિકારી સીબીઆઈના હતા. જ્યારે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ૧૦-૧૦ કર્મીઓને આ મેડલ પ્રાપ્ત થયો હતો. તમને જણાવી દઈએ કે આ મેડલની સ્થાપના ૨૦૧૮માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર પાછળનો ઉદ્દેશ્ય ગુનાની તપાસના ઉચ્ચ પ્રોફેશનલ માનકોને પ્રોત્સાહન આપવા અને અધિકારીઓ દ્વારા તપાસમાં આ પ્રકારની ઉત્કૃષ્ટાની ઓળખ કરવાનો છે.
આ પોલીસ કર્મચારીઓને મળશે એવોર્ડ
એસીપી નિતેશ પાંડેય – જામનગર
ડીસીપી વિધી ચૌધરી – સુરત
પીઆઇ મહેન્દ્ર સાલુંકે –
પીઆઇ મંગુભાઈ તડવી –
પીઆઇ દર્શનસિંહ બારડ – અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
પીઆઇ એ.વાય બલોચ – અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Previous articleસોનિયા ગાંધીએ ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓને વર્ચ્યુઅલ મિટિંગ માટે આમંત્રિત કર્યા
Next articleભારતમાં જે બની રહ્યું છે તે દુઃખદ, આ સ્થિતિમાંથી નીકળવા માટે ક્રાંતિ જ એક રસ્તો