ઇટાલીમાં યોજાનાર ઇન્ટરનેશનલ પીસ કોન્ફરન્સ માટે મમતા બેનર્જીને આમંત્રણ

125

કોલકાત્તા,તા.૧૨
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ઈટાલીમાં યોજાનારી ઈન્ટરનેશનલ પીસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યુ છે. આ કોનફરન્સમાં ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ તેમજ જર્મનીના ચાન્સેલર એન્જેલા મોર્કેલ પણ હાજરી આપે તેવી શક્યતા છે. કોન્ફરન્સ ૬ અને ૭ ઓક્ટોબરે ઈટાલીના રોમમાં યોજાવાની છે. મમતા બેનરજી એક માત્ર ભારતીય નેતા છે જેમને આ કોન્ફરન્સ માટે આમંત્રણ મળ્યુ છે. મમતા બેનરજીને રોમના કેથોલિક સંગઠન કોમ્યુનિટી ઓફ સેન્ટ એજિડિઓના પ્રમુખે આમંત્રણ મોકલ્યુ છે. જેમાં મમતા બેનરજીને તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન પણ આપવામાં આાવ્યા છે. દસ વર્ષમાં સામાજિક ન્યાય અને શાંતિની સ્થાપના માટે તેમણે કરેલી કામગીરીના વખાણ પણ સંગઠને કર્યા છે.
મમતા બેનરજી આ હેલા ૨૦૧૬માં રોમ ગયા હતા અને તે સમયે મધર ટેરેસાને સંતની પદવી આપવામાં આવી હતી.

Previous articleભારતમાં જે બની રહ્યું છે તે દુઃખદ, આ સ્થિતિમાંથી નીકળવા માટે ક્રાંતિ જ એક રસ્તો
Next articleરાજકોટમાં નિરાલી રિસોર્ટમાં અચાનક આગ લાગતા આઠ કર્મચારી ગંભીર રીતે દાઝ્‌યા