અનુપમ શ્યામના નિધન બાદ ભાઈ અનુરાગે આમિર ખાન પર લગાવ્યા ગંભીર આરોપ

164

મુંબઈ,તા.૧૨
સ્ટાર પ્લસની સિરીયલ પ્રતિજ્ઞાના ઠાકુર સાહેબ એટલે કે અનુપમ શ્યામનું સોમવારે નિધન થઇ ગયુ છે. તે લાંબા સમયથી બીમાર હતા અને તેમના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. તે સ્લમડોગ મિલિયોનેર અને બેન્ડિટ ક્વિન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. એક ઇન્ટરવ્યૂમાં અનુપમના ભાઇએ જણાવ્યું, તેમના ભાઇ મન કી આવાઝ પ્રતિજ્ઞા સિરીયલના બંધ થવાથી ખુબ પરેશાન હતા. આ જ કારણ છે કે તેમના મલ્ટી ઓર્ગન ફેઇલ થઇ ગયા હતા. અનુપમે આશુતોષ ગોવારીકરની ફિલ્મ લગાનમાં આમિર ખાન સાથે કામ કર્યુ હતુ અને તે છેલ્લા ઘણા સમયથી કિડનીથી સંબંધિત બિમારીથી પીડાઇ રહ્યાં હતા. નિધનના એક અઠવાડીયા પહેલા જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. અનુરાગે જણાવ્યું, આમિર ખાને અમને ભરોસો અપાવ્યો હતો કે તે અમારી મદદ કરશે પરંતુ તેણે એવું કંઇ જ કર્યુ નહી અને થોડા મહિના બાદ તો એક્ટરે ફોન ઉઠાવવાનું જ બંધ કરી દીધુ હતુ. મારો ભાઇ તે વાતથી પરેશાન હતો કે તેની સિરીયલ બંધ થઇ જશે અને ધીરે ધીરે તેની હાલત ખરાબ થઇ ગઇ હતી. જે બાદ તેને દાખલ કરવામાં આવ્યો હતો. અનુપમ સ્ટાર ભારતના શો પ્રતિજ્ઞા ૨નું શૂટિંગ કરી રહ્યા હતા. પહેલાથી બીમાર એક્ટર મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. અનેક ઓર્ગન ફેલ થવાના કારણે તેમનું મોત થયું છે. રાતે ૮ વાગે એકટરે અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટર મનોજ જોશીએ પણ નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અનુપમ શ્યામે દસ્તક, ચોરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાઝ, વેલડન, અબ્બા, વોન્ટેડ, કજરારે અને મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Previous articleસારા અલી ખાને ભાઈ, મમ્મી સહિત નજીકના મિત્રો સાથે મિડ નાઈટ બર્થ ડે ઉજવ્યો
Next articleઅભિનેત્રી મંદિરા બેદીએ ફેન્સ સાથે પોઝિટિવ વિડીયો શેર કર્યો