અભિનેતા સની દેઓલ ૨૪ વર્ષ બાદ પૂજા ભટ્ટ સાથે અભિનય કરશે

489

મુંબઈ,તા.૧૨
જાણીતી ફિલ્મ મેકર આર બાલ્કીએ પોતાના નિર્દેશનમાં બનનારી આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ એક થ્રિલર ફિલ્મ હશે, જેમાં સની દેઓલ, પૂજા ભટ્ટ અને દુલકર સલમાન અભિનય કરશે. આ ફિલ્મમાં ૨૪ વર્ષ બાદ પૂજા ભટ્ટ અને સની દેઓલની જોડી મોટા પડદા પર દેખાશે. આ થ્રિલર ફિલ્મમાં શ્રેયા ધન્વંતરિ પણ દેખાશે, ‘ચીની કમ’, ‘પા’, ‘પેડમેન’ અને ‘કી ઔર કા’ જેવી ફિલ્મોનુ નિર્દેશન કરી ચૂકેલા ૫૬ વર્ષીય નિર્દેશકે કહ્યું કે, તે પોતાની થ્રિલર ફિલ્મના શૂટિંગને લઇને ખુબ ઉત્સાહિત છે. જાણીતા ફિલ્મમેકર આર બાલ્કીએ પોતાના નિર્દેશનમાં બનનારી આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. તે હવે એક થ્રિલર ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે, જેમાં બૉલીવુડના કેટલાય મોટા સ્ટાર્સ દેખાશે. આ સ્ટાર્સના લિસ્ટમાં સની દેઓલ, પૂજા ભટ્ટ, અને દુલકર સલમાન સામેલ છે. આ ફિલ્મની ખાસ વાત એ હશે કે ૨૪ વર્ષ બાદ પૂજા ભટ્ટ અને સની દેઓલ મોટા પડદા પર દેખાશે. આ ફિલ્મમાં શ્રેયા ધન્વંતરિ પણ દેખાશે. આર બાલ્કીએ કહ્યું, તે પોતાની પહેલી થ્રિલર ફિલ્મનુ શૂટિંગને લઇને ખુબ ઉત્સાહિત છે. ફિલ્મનુ ટાઇટલ હજુ સુધી ફાઇનલ નથી થઇ શક્યુ. આ ફિલ્મને આગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવી શકે છે. સની દેઓલને કાસ્ટ કરવાને લઇને બાલ્કીએ કહ્યું- હુ સની દેઓલ સાથે કરવા બેકરાર છુ. તે એવો એક્ટર છે, જેની સ્ક્રીન પર હાજરી ઘણુબધુ કહી જાય છે. મને આનંદ છે કે તે વાપસી કરી રહ્યો છે અને આશા કરુ છુ કે તે ફિલ્મ તેની ફિલ્મગ્રાફીમાં એક નવા આયામ જોડશે. આ એક થ્રિલર ફિલ્મ હશે, જેમાં સની દેઓલ, પૂજા ભટ્ટ અને દુલકર સલમાન અભિનય કરશે. આ ફિલ્મમાં ૨૪ વર્ષ બાદ પૂજા ભટ્ટ અને સની દેઓલની જોડી મોટા પડદા પર દેખાશે.

Previous articleસલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથે કરી મુલાકાત, સ્ટોલના લીધે થયો ટ્રોલ
Next articleભાલા ફેંકના ખેલાડીઓના વૈશ્વિક રેન્કિંગમાં નિરજ ચોપરા બીજા સ્થાને પહોંચ્યો