બેટી બચાવો – બેટી પઢાવો અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ

139

ભાવનગર,તા.૧૩
બેટી બચાવો -બેટી પઢાવો અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક આજે કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં દિકરીઓનું જિલ્લામાં પ્રમાણ કેવી રીતે વધારી શકાય તે માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું. કલેક્ટર યોગેશ નિરગુડેએ આ બેઠકમાં જણાવ્યું કે, દીકરી પણ દીકરા સમકક્ષ હોય છે અને દીકરા- દીકરીનો ભેદભાવ ન કરવો જોઇએ. દીકરીને પણ અભ્યાસ- નોકરી વગેરે બાબતે સમાન અવસર આપવો જોઇએ. કલેક્ટરે જિલ્લાના માત્ર દિકરીઓ ધરાવતાં કુટુંબોને ઓળખી તેમને સન્માનવાનો પ્રોત્સાહક અભિગમ અપનાવીને દીકરીઓ પ્રત્યેની માન્યતાઓમાં ફર્ક લાવી શકાશે એવો મત વ્યક્ત કર્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની નિગરાનીમાં ચાલતાં પોલીસ સ્ટેશન બેઝ્‌ડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરીની પણ સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી.કાતરીયાએ વર્ષ દરમિયાન તેમના વિભાગ દ્વારા થયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો તેમજ ભાવી આયોજનની રૂપરેખા આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, બેટી બચાવો -બેટી પઢાવો અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleમહિલા ઉત્થાન અને આત્મનિર્ભર માટે વડાપ્રધાન મોદીએ અનેક પગલાઓ લીધા : ધારાસભ્ય આર.સી. મકવાણા
Next articleજિલ્લા કક્ષાના ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો