બોટાદ જિલ્લાને સો ટકા રસિકરણયુક્ત જિલ્લો બનાવવા વહીવટીતંત્ર તત્પર
બોટાદ નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકા વિસ્તારમાં સો ટકા રસીકરણ થાય તે અંગે એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે વિશ્વના દરેક દેશો એ આ મહામારીના ભયાનક દૃશ્યો જોયેલા છે જો કોરોનાની ત્રીજી લહેરથી બચવું હશે તો તેનો માત્ર એક જ ઉપાય છે વેકસીનેશન. બોટાદ જિલ્લામાં સો ટકા રસીકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યમાં સૌપ્રથમ બોટાદ જીલ્લો સો ટકા રસીકરણ ની સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવે છે. જિલ્લા કલેકટરે લોકોમાં રહેલી અફવાઓ દૂર કરી વધુમાં વધુ લોકો ભેગા મળીને સહિયારો પ્રયાસ કરી બાકી રહેલા લોકોને રસી લેવડાવે અને જિલ્લાને સો ટકા રસિકરણયુક્ત જિલ્લો બનાવવા સહકાર આપે તેમ જણાવ્યું હતું. જો કોઈ વ્યક્તિ વેકસીન અંગે ખોટી અફવાઓ ફેલાવતા માલુમ પડશે તો તેમના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. બોટાદ જિલ્લામાં લોકો વધુમાં વધુ વેકસીન લે તે માટે જિલ્લા કક્ષાએ એક કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા જિલ્લાના તમામ ગામો માટે વર્ગ-૧ કક્ષાના નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. આજે બોટાદ જિલ્લાના ૩૧ ગામો સો ટકા રસીકરણનો ટાર્ગેટ પૂરો કરી શક્યા છે. આ બેઠકમાં આત્માનંદ સરસ્વતી સ્વામી માધવ સ્વામી, કાનીયાડ મેલડી માતાના મહંત, નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ વિવિધ એસોસિયેશના પ્રમુખ હોદ્દેદારો ચુંટાયેલા કોર્પોરેટરો વગેરેએ હાજર રહી વેકસીનની મહત્તા સમજાવી હતી