દેશના માર્ગથી અનફિટ વાહનો હટશે, સ્ક્રેપિંગ પોલિસી જાહેર

144

અનફિટ વાહનોને માર્ગ પરથી હટાવવા માટે સરકારનું મહત્વપૂર્ણ પગલું : નવી પોલિસી પહેલી ઓક્ટોબરથી, વૈજ્ઞાનિક ટેસ્ટ બાદ વાહનો સ્ક્રેપ કરાશે, નવી ગાડી પર રજિસ્ટ્રેશન માટે નવો ટેક્સ નહીં, રોડ ટેક્સમાં છૂટ મળશે
ગાંધીનગર, તા.૧૩
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટ દરમિયાન વ્હીકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. નવી પોલિસી પહેલી ઓક્ટોબરથી લાગૂ થશે. વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ કર્યા બાદ વાહનો સ્ક્રેપ કરાશે. ગુજરાતના અલંગ ખાતે વાહનો સ્ક્રેપ કરવાનો દેશનો પ્રથમ પ્લાન્ટ શરૂ કરાશે. ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ જનારા વાહનોને ભંગારમાં નાખી દેવાની ફરજ પાડવામાં આવશે. આ ફિટનેસ ટેસ્ટનો રિપોર્ટ જે તે સેન્ટરમાંથી ઓનલાઈન મૂકી દેવામાં આવશે. ગુજરાતમાં સુરત ખાતે અત્યારે એક ફિટનેસ સેન્ટર છે. આ ટેસ્ટના ક્રાયટેરિયા પણ હવે પછી જ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. જોકે પંદર વર્ષથી જૂના પેસેન્જર વેહિકલની ફિટનેસ ટેસ્ટ કરાવવા માટે રૂા. ૫૦૦૦ અને કોમર્શિયલ વેહિકલનો ફિટનેસ ટેસ્ટ કરાવવા માટે રૂા. ૨૦,૦૦૦થી વધુ રકમનો ખર્ચ કરવો પડી રહ્યો છે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ પોલિસી હેઠળ વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વીવીએમપી હેન્ડબુકનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ૭૫ મા સ્વતંત્રતા દિવસ પહેલા આજનો કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટા લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આજે આપણે સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ કરી રહ્યાં છીએ, જે આવનારા સમયમાં નવા ભારતની મોબિલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. અનફિટ વાહનોને માર્ગ પરથી હટાવવામાં આ પોલિસી મહત્વની સાબિત થશે.દેશની અર્થવ્યવસ્થા માટે મોબિલિટી મોટું ફેક્ટર છે. જેમાં ઇન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજોની મોટી ભૂમિકા રહેશે. આ પોલિસી દેશમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. દેશમાં ૧૦ હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ લાવશે. આપણે આઝાદીના ૭૫ મા વર્ષમાં પ્રવેશ કરીશું. વેપાર અને ધંધામાં, જીવનમાં અનેક પરિવર્તન આવશે. જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે તેને જોતા જીવન અને ઇકોનોમિમાં ખૂબ મોટું પરિવર્તન આવશે. ક્લાઈમેન્ટ ચેન્જની ચેલેન્જ આપણે રોજ અનુભવી રહ્યા છીએ. ભારત અને તેના નાગરિકોના હિત માટે મોટા પગલાં લેવા જરૂરી છે. એનર્જી ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે. આજે ભારત દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ છે. રોડના નિર્માણમાં વેસ્ટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયા છે. આ પોલિસીથી સામાન્ય પરિવારોને દરેક રીતે લાભ મળશે. નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે નવો ટેક્સ નહીં આપવો પડે. રોડ ટેક્સમાં છૂટ મળશે. ઈંધણની બચત થશે. જૂની ગાડીઓથી રોડ એક્સીડેન્ટનો ખતરો વધુ રહે છે, તેનાથી મુક્તિ મળશે. પ્રદૂષણમાં ઘટાડો થશે. ગાડી તેની એજ જોઈને સ્ક્રેપ નહીં કરીએ પંરતુ તેનો વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ થશે. ગુજરાતના અલંગને શીપ રિસાકલિંગનું હબ માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. મેન પાવર પણ ઉપલબ્ધ છે. ત્યારે અહીં ગાડીઓના સ્ક્રેપિંગનું મોટું હબ સાબિત થઈ શકે છે. વિશેષ રીતે સ્ક્રેપિંગથી જોડાયેલા કામદારોના જીવનમાં બદલાવ આવશે. અન્ય કર્મચારીઓને લાભ મળશે. ઓટો અને મેટલ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે. ગત વર્ષે ૨૩ હજાર કરોડનું સ્ક્રેપ સ્ટીલ ઇમ્પોર્ટ કરવું પડ્યું હતું. એનર્જી રિકવરીની બરોબર છે. કિંમતી મેટલ છે, જેની રિકવરી નથી થઈ રહી. ટેક્નોલોજી આધારિત સ્ક્રેપિંગ થશે તો રિકવરી શક્ય બનશે. ઓટો મેન્યુફેક્ચરિંગ ચેઈન માટે જેટલું શક્ય પડે એટલું ઓછું ઇમ્પોર્ટ કરવું પડે. આ પ્રોગ્રામ દેશવાસીઓ અને ઓટો સેક્ટરમાં ઉર્જા ભરશે અને ગતિ લાવશે. આ એક મોટું પરિવર્તન લાવનારી વ્યવસ્થા સાબિત થશે. ગુજરાતમાં આ પોલિસી લોન્ચ થઈ છે. રિસાયકલિંગ અને સર્ક્‌યુલર ભારતીય સારી રીતે સમજે છે. આપણા માટે નવું નથી. કચરામાંથી કંચન બનાવવાના આ અભિયાનમાં સૌ સાથે જોડાશે એવી મારી આશા છે.

Previous articleબોટાદ નગરપાલિકા ખાતે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ખાસ બેઠક યોજાઈ
Next article૨૪ કલાકમાં દેશમાં ૪૦,૧૨૦ નવા પોઝિટિવ કેસ