ભારતમાં ૫૨.૯૫ કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ અપાયા, કોવિડ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા થયો, કુલ મૃત્યુઆંક ૪ લાખ ૩૦ હજારને પાર
નવી દિલ્હી,તા.૧૩
સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૦,૧૨૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૮૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૧,૧૭,૮૨૬ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૨,૯૫,૮૨,૯૫૬ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૫૭,૩૧,૫૭૪ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૩ લાખ ૨ હજાર ૩૪૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૨,૨૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૮૫,૨૨૭ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૩૦,૨૫૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૨ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૮,૯૪,૭૦,૭૭૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૯,૭૦,૪૯૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭ કેસ નોંધાયા છે. જેની સામે ૨૮ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૮ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૩,૮૫,૯૦,૬૬૧ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬,૩૩,૭૮૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૮, સુરતમાં ૩, વડોદરામાં ૩, રાજકોટ, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં ૧-૧ સહિત કુલ ૧૭ કેસ નોંધાયા છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં ૯, સુરતમાં ૫, વડોદરામાં ૩, જૂનાગઢ, જામનગર, ખેડામાં ૨-૨, રાજકોટ, અમરેલી, ભરૂચ, કચ્છમાં ૧-૧ સહિત કુલ ૨૮ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે કુલ ૧૮૨ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૪ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૭૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૧૪૮૫૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.