ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો : ૧ ફરાર

785
BVN2342018-6.jpg

ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે પૂર્વ બાતમી રાહે ઈગ્લીંશ  દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે એક પોતાનું સ્કુટર મુકી ફરાર થઈ ગયો હતો.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ઇશરાણી તથા પોલીસ સ્ટાફના પો.સબ.ઇન્સ વાય.એમ.ચુડાસમા  એ.એસ.આઇ એમ.એમ.મુનશી પો.કોન્સ કિર્તીસિંહ રાણા   ફારૂકભાઇ મહિડા ઇમ્તીયાઝખાન પઠાણ  ચિંતનભાઇ મકવાણા  જયદિપસિંહ જાડેજા ઘનશ્યામભાઇ ગોહીલ વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન ફારૂકભાઇ મહીડા  ચિંતનભાઇ મકવાણાની સયુકત બાતમી આધારે  ભાવનગર ચિત્રા દેવીપુજક વાસ મામાના ઓટલા પાસે રહેતો જગદીશભાઇ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર પોતાની એસન્ટ કાર નં . જી.જે.૦૩.ડી.ડી.૪૫૭૭ માં ભરેલ ઇગ્લીશ દારૂ મળી આવેલ જેમા બોટલ નંગ-૨૪૦(૨૦ પેટી) કિ.રૂા.૭૨,૦૦૦/- તથા એસેન્ટ કાર ની કિ.રૂા.૭૦,૦૦૦/-  તથા એકસેસ મો.સા.ની કિ.રૂા.૪૦,૦૦૦/- ગણી એમ કુલ કિ.રૂા.૧,૮૨,૦૦૦/- નો મુદામાલ સાથે જગદીશભાઇ ઉર્ફે એડો પોપટભાઇ પરમાર જાતે કોળી રહે. ચિત્રા દેવીપુજક વાસ મામાના ઓટલા પાસે ભાવનગર વાળો મળી આવેલ અને પકડાયેલ ઇસમે આ મુદામાલ પોતાએ લાવી ભાવનગર આડોડીયાવાસમાં રહેતા પ્રદિપભાઇ ઉર્ફે પપ્પુભાઇ હર્ષદભાઇ આડોડીયાને આપવાનો હતો જેથી મજકુર વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે.

Previous articleઉર્જાના પ્રચાર પ્રસાર અર્થે ર૪મીએ ભાવનગરમાં રેલી
Next articleફેશન ડીઝાઈનીંગ વર્કશોપ