ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની ગ્રામપંચાયત સંચાલિત જસપરા હાઈસ્કૂલ- જસપરામાં તારીખ ૧૧/૮ના રોજ તારામતીબેન છોટાલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ વતી તેજસભાઈ જીતેન્દ્રભાઈ છોટાલાલ શાહે શાળાની ખાસ મુલાકાત લઈ જસપરામાં હાઈસ્કૂલ માટે નવું અત્યાધુનિક બિલ્ડીંગનું નિર્માણ કરવાની બાંહેધરી સાથે બિલ્ડીંગમાં તમામ સુવિધાઓ જેવી કે વર્ગખંડો, પ્રયોગશાળા રૂમ,લાઈબ્રેરી રૂમ, કોમ્પ્યુટર રૂમ,પ્રાર્થના ખંડ, સ્ટાફ રૂમ,કાર્યાલય, સ્માર્ટ ક્લાસ જેમાં પ્રોજેકટર, કોમ્યુટર અને ડીજીટલ બોર્ડ જેવી વિવિધ સુવિધાથી ભરપૂર હશે ગામડાના બાળકોમાં વિવિધ કૌશલ્યો વિકસે અને યુવાનો માટે આવનારી વિવિધ ભરતીની તૈયારી માટેના સાધનોથી સભર બનશે.તમામ સુવિધાઓથી સજ્જ આ શાળાનું નિર્માણ કાર્ય ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી દાતાશ્રી તેજસભાઈની તૈયારીઓ હોય ગામના સરપંચ બાલાભાઈ બતાડા, ઉપ.સરપંચ ભગીરથસિંહ ગોહિલ, ભા.જ.પ ના પીઢ નેતા વિક્રમસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, જસપરા હાઈસ્કૂલ-જસપરાના આચાર્ય ગોવિંદભાઈ બતાડા,સ્ટાફ ગણ, જસપરા ગામના આગેવાન માધાભાઈ ઠંઠ,બળવંતસિંહ ગોહિલ, ટેમુભા ગોહિલ, પરેશભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં જ શાળા કેવી બનાવવી તેની બ્યૂ પિન્ટ બનાવવામાં આવી હતી. આ તકે સમગ્ર ગ્રામજનો વતી શાળાના આચાર્ય ગોવિંદભાઈ બતાડાએ તારામતીબેન છોટાલાલ હરિચંદ શાહ પરિવારનો આભાર વ્યક્ત કરેલ.