સફરજન, દાડમ, ચીકુ, મોસંબી, પાઈનેપલ, કેળા, દ્રાક્ષ, કેવી, સ્ટોબેરી, પોપૈયો, જમરૂખ સહીત વિવિધ જાતના ૧૦૦૦ કીલો ફ્રૂટનો હનુમાનજીદાદાને અન્નકુટ ધરાવ્યો
બોટાદ જીલ્લામાં આવેલ જગ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.પરમ પુજ્ય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા),કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી,ડી.કે.સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ-૧૪-૮ને પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને ફ્રુટ નો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. સફરજન, દાડમ, ચીકુ, મોસંબી, પાઈનેપલ, કેળા, દ્રાક્ષ, કેવી, સ્ટોબેરી, પોપૈયો, જમરૂખ સહીત વિવિધ જાતના ૧૦૦૦ કીલો ફ્રૂટ નો હનુમાનજીદાદા ને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.