ભાવનગર શહેર ભાજપના યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઈ

564

૧૫ ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ તારીખ ૧૪-૮-૨૦૨૧ અને શનિવારના રોજ અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે મોતીબાગ ટાઉન હોલ ખાતે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી ભાજપ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ રેલી પ્રસ્થાન કરાવી હતી.આઝાદી અપાવવામાં માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નામી-અનામી લોકોનું યોગદાન રહેલું છે, આજે સરહદ પર અનેક જવાનો માં-ભોમની રક્ષા કાજે ખડેપગે તૈયાર છે તેમને વંદન કરવાનો આ અવસર છે,
૧૪ ઓગસ્ટ ૧૯૪૭ ની મધરાતે ભારત દેશના ત્રણ ભાગલા (ભારત, પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન) પડ્યા તે કેવી રીતે ભૂલી શકાય. જો કે તે પહેલાં સમયાંતરે બર્મા, નેપાળ, ભૂતાન, કંદહાર વિગેરે પણ અખંડ ભારતના જ ભાગ હતા.ભાવનગર શહેર ભાજપના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મેયર કીર્તિબેન દાણીધારીયા, યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી રેલીમાં શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો, કાર્યકર્તાઓ, મહાનગરપાલિકાના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, તમામ વોર્ડના પ્રમુખ- મહામંત્રીઓ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસાળંગપુર કષ્ટભંજનદેવને ફ્રુટનો અન્નકુટ ધરાવવામાં આવ્યો
Next articleમનોજ બાજપેયીએ મોંઘી મર્સિડીઝ SUV ખરીદી