ન્યુ દિલ્હી,તા.૧૪
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના નિરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલા ગોલ્ડ મેડલની ઉજવણી ભારતમાં કરોડો લોકોએ કરી હતી. પણ આશ્ચર્યની વાત એ છે કે, જર્મનીના એક નાનકડા ગામડામાં પણ નિરજ ચોપરાની જીતની ઉજવણી લોકોએ કરી છે. આની પાછળનું કારણ એ છે કે, નિરજની સફળતામાં તેમના કોચ કમ ડોકટર ક્લોસ બોર્ટીનટ્ઝનો મોટો રોલ રહ્યો છે. ક્લોસ આ ગામના છે અને તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે, ગામમાં નીરજની સફળતાથી લોકો ખુશ છે. ગામના લોકો માટે ક્લોસ સેલિબ્રિટી બની ગયા છે. આ ગામના લોકોએ નિરજની ઈવેન્ટને ટીવી પર જોઈ હતી.અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ડો.ક્લોસે કહ્યું હતું કે, કેટલાક લોકોએ મને ફોન કરીને અભિનંદન આપ્યા હતા, મારા ગામના લોકો રમત સાથે બહુ જોડાયેલા નથી. આમ છતા તેઓ નિરજના દેખાવથી પ્રાભિવત થયા હતા. તેઓ એ જાણવા ઉત્સુક હતા કે ફિલ્મ સ્ટાર જેવા દેખાતા આ ખેલાડીએ કેવી રીતે ઈતિહાસ સર્જયો.નિરજના પૂર્વ કોચ ઉર્વે હોન પણ એ જોઈને હેરાન થઈ ગયા હતા કે, નિરજના ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતમાં કઈ હદે ઉજવણી થઈ હતી. તેમનું કહેવું હતું કે, મને લાગે છે કે, નિરજની સફળતાની અસર બીજા ખેલાડીઓ પર પણ જોવા મળશે. હું અહીંયા આવ્યો ત્યારે મને ખબર હતી કે, નિરજ પાસે કોચ નથી અને એ પછી મેં ક્લોસની ભલામણ કરી હતી. નિરજની ટેકનિકમાં ક્લોસે ખાસો સુધારો કર્યો છે.
Home Entertainment Sports નિરજ ચોપરાની ગોલ્ડ મેડલ જીત પર જર્મનીના નાનકડા ગામડામાં લોકોએ ઉજવણી કરી...