સૌરાષ્ટ્ર યુની.ના મનોવિજ્ઞાન ભવનની યશ કલગીમાં વધું એક પીછું ઉમેરાયું

521

વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં એક સાથે બબ્બે રેકોર્ડ નોંધાયા : ભવન ના અધ્યક્ષ ડો યોગેશ જોગસણ અને અધ્યાપકોની ગૌરવવંતી સિદ્ધિને બિરદાવતા કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોરોના કાળ દરમિયાન અને આજ દિન સુધી ૮૧,૦૦૦ થી વધુ લોકોનું ટેલિફોનીક તેમજ રૂબરૂ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કર્યું, ૧૨૬થી વધુ સમાજ ઉપયોગી સર્વે તેમજ સંશોધન લેખો લખ્યા. ઉપરાંત ગ્રામ્ય પ્રજામાં કોરોના વિશે ની સાચી સમજ તથા રસીકરણ જાગૃતિ માટે પ્રેરણા પૂરી પાડવા ૫૪ થી વધુ ગામડાઓ માં સ્વખર્ચે મુલાકાત કરી.આ બાબત ની વર્લ્ડ રેકૉર્ડ ઓફ ઇન્ડિયાએ નોંધ લઈ ભવન ના નામે પ્રથમ રેકૉર્ડ નોંધ્યો.તદઉપરાંત મનોવિજ્ઞાન ભવન દ્વારા આયોજિત રાષ્ટ્રિય મનોવિજ્ઞાન મેળા ને પણ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત થયું હતું.અત્યાર સુધી માં સમગ્ર રાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ મનોવિજ્ઞાન મેળાની ૯૦૦૦ લોકો એ મુલાકાત લીધી હોય તેવો આ પ્રથમ બનાવ છે.આ પ્રસંગ એ ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનવર્સિટીના કુલગુરુ ડૉ. નિતીન પેથાણી એ ભવન ના તમામ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ ગૌરવવંતી ઘટના સમગ્ર યુનિવર્સિટી માટે પ્રેરણાદાયી બની રહશે અને ઉમેર્યું કે આ તો માત્ર શરૂઆત છે અને ભવન હજુ ઘણા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી સાહેબ એ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો સંદર્ભ ટાંકતા જણાવ્યું કે સત્કર્મ કરી ભૂલી જાવ તો ફળ આપવાની જવાબદારી પરમાત્મા ની રહશે. મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન દ્વારા આપે ઘણા ના જીવ બચાવ્યા હશે અને સધિયારો આપ્યો હશે તેઓ ની દુઆઓ તમને સતત હિંમત અને સફળતા આપતી રહશેu.UGC HRDC ના ડિરેક્ટર ડૉ. કલાધર આર્ય એ મનોવિજ્ઞાન ભવનને અન્ય ભવનો માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યું તથા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ની સખત મેહનત ની પ્રશંસા કરી.કાર્યક્રમમાં ઉપસ્થિત અંગ્રેજી ભવનના ડૉ. જયદીપસિંહ ડોડીયા એ જણાવ્યું કે લોકડાઉન માં આરોગ્ય ની કે અન્ય કોઈ બબત ની પરવાહ કર્યા વિના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એ લોક સેવા ના કાર્ય નું બીડું ઝડપી લીધું.વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી પાવન સોલંકી એ પોતાનાં પ્રાસંગિક ઉદબોધન માં મનોવિજ્ઞાન ભવન ને બિરદાવતા કહ્યું કે મારા આટલા વર્ષોના અનુભવ માં કોઈ શૈક્ષણિક સંસ્થા એ આટલું ઉમદા કાર્ય કર્યું હોય તેવો આ પ્રથમ બનાવ છે એટલે એક સાથે બબ્બે વર્લ્ડ રેકોર્ડ ભવન ને પ્રાપ્ત થઈ રહ્યા છે એ વાત ની ખુશી અને ગર્વ છે. ભવન ના અધ્યક્ષ ડો યોગેશ જોગસણ, ડો. ધારા બેન દોશી, ડો. ડિમ્પલ બેન રામાણી અને ડો હસમુખ ચાવડા સહિત તમામ ને પ્રમાણપત્રો તેમજ મેડલ થી નવાજવામાં આવ્યા હતા.મનોવિજ્ઞાન ભવન ના અધ્યક્ષ ડો યોગેશ જોગસણ અને ભવન ના તમામ અધ્યાપકો ને પોતાનું સંશોધન કાર્ય અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં વહીવટી સરળતા રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર સિન્ડિકેટ સભ્યો સર્વે શ્રી ડો. નેહલભાઈ શુક્લ, ડો મેહુલભાઈ રૂપાણી, ડો. ભાવિન ભાઈ કોઠારી, ડો. ધરમ ભાઈ કંબલીયા અને ડો હરદેવસિંહ જાડેજા સહિત તમામ સત્તામંડળના સભ્યશ્રીઓ એ ભવન ને હંમેશા સાથ, સહકાર, પ્રેરણા અને હૂંફ પ્રદાન કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિરંતર કાર્યરત કુલપતિશ્રી નીતિન પેથાણી મનોવિજ્ઞાન વિષયના કર્મઠ અધ્યાપક છે. મૂળ જૂનાગઢ-વંથલીના વતની ડો.પેથાણી સરળ-સહજ અને સાદગીભર્યા વ્યક્તિત્વના માણસ છે. વિરમગામ કોલેજનું આચાર્યપદ તથા યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષશ્રી તરીકેનું તેમનું વિદ્યાકીય તપ યશશ્વી છે. મનોવિજ્ઞાન ભવન-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અખંડ સેવાકીય પ્રકલ્પોમાં એમની હૂંફ અને માર્ગદર્શન સરાહનીય છે.આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કંબલિયા, ગુજરાતી ભવન ના અધ્યક્ષ ડૉ. મનોજ જોષી, મારવાડી યુનિવર્સિટી ના ડૉ. દિપક મશરુ તેમજ અંગ્રેજી બોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ચેરમેન ડૉ. ઇરોસ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleનિરજ ચોપરાની ગોલ્ડ મેડલ જીત પર જર્મનીના નાનકડા ગામડામાં લોકોએ ઉજવણી કરી હતી
Next articleઅખિલ ભારતીય કોલી/કોરી સમાજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીનાં જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને વૃક્ષોનું વિતરણ કરાયું