અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષકશ ભાવનગર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ આગામી દિવસોમાં દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર હોય અને શાંતિ પુર્વક સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ભીડભાડવાળા સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ઉપર સરપ્રાઇઝ ચેકીંગ કરવા તેમજ પેટ્રોલિંગ રાખવા અંગેની સુચના આપવામાં આવેલ. જે સુચનાની અમલવારી કરવા માટે હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદના માર્ગદર્શન હેઠળ એચ.આર. ગોસ્વામી, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. શાખા તથા એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફ તેમજ ડી.ડી. પરમાર, પોલીસ સબ ઇન્સપેક્ટર, મ્ડ્ઢડ્ઢજી ટીમ બોટાદ તથા મ્ડ્ઢડ્ઢજી ટીમના સ્ટાફ દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકીંગનુ આયોજન કરવામાં આવેલ.સ્વાતંત્ર્ય પર્વ નિમીતે બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશનનુ ચેકીંગ કરવામાં આવેલ જેમાં, ગુજરાત રેલ્વે પોલીસ તેમજ રેલ્વે પોલીસ ફોર્સને સાથે રાખી ટ્રેન મારફતે બહારના અસામાજિક તત્વો આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ન કરી જાય એ માટે તમામ પ્લેટફોર્મ, રેલ્વે કેન્ટિન, તેમજ ટ્રેન, રેલ્વે પાર્કિંગમાં રહેલ વાહનોનુ ચેકીંગ કરવામાં આવેલ. બસ મુસાફરીનો ઉપયોગ કરી કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિને અંજામ ન આપે અને નાગરિકોની સુરક્ષાના હેતુસર બસ સ્ટેશનમાં બહારના પરપ્રાંતિય મજુરો, તેમજ બસ સ્ટેશનમાં રહેલ શોપીંગ સેન્ટર શકમંદ ઈસમો, જગ્યા તથા સામાન ચેક કરવામાં આવેલ. બહારથી આવી કોઈ તત્વો હોટલ, ઢાબા, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળા જેવાં સ્થળોએ રોકાઈને દેશ વિરોધી પ્રવૃત્તિના કરી શકે એટલાં માટે જીલ્લાના ગેસ્ટ હાઉસ, હોટલ, ઢાબા, મકાન ભાડૂઆત વિગેરેનું ચેકીંગ કરવામાં આવેલ હતું. ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઈસમોને ચેક કરવામાં આવેલ છે તથા તેઓ ઉપર સતત વૉચ રાખવામાં આવી રહી છે.રજાઓનો માહોલ હોવાથી નાગરિકો ખરીદી માટે માર્કેટ, શોપિંગ મોલ વિગેરે જેવી ભીડ ભાડવાળી જગ્યાએ ખરીદીમાં જતાં હોય છે એવી જગ્યાઓ ઉપર નાગરિકોના જાન માલને કોઈ નુકશાન ન થાય એ માટે રિલાયન્સ મોલ તેમજ મેઇન બજારમાં ભીડભાડવાળી જગ્યાઓમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવેલ. આવા વિસ્તારોમાં ખાનગી રીતે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ તથા વોચમાં રાખવામાં આવેલ છે. હાલ પ્રવિત્ર માસ શ્રાવણ માસ ચાલુ હોવાથી ધાર્મિક સ્થળોમાં વધુ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવતા હોય જેથી ધાર્મિક સ્થળોનુ તેમજ ધાર્મિક સ્થળોના પાર્કિંગમાં રહેલ વાહનોનુ ચેકીંગ કરવામાં આવેલ અને ભવિષ્યમાં કોઇ બનાવ ન બને તે સારૂ તકેદારી રાખવા સુચના આપવામાં આવેલ છે.