શહેરની રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં મેયર કિર્તીબેન દાણીધારીયાએ તિરંગો લહેરાવ્યો

187

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્‌ય દિવસની શહેર કક્ષાની ઉજવણી નિમિત્તે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરની રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા, યશવંતરાય નાટ્યગૃહની બાજુમાં ભાવનગર ખાતે મેયર કિર્તીબેન દાણીધારીયાના અધ્યક્ષ વરદ હ્‌સ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ધ્વજવંદન બાદ પ્રાસંગિક ઉદ્‌બોધન, ઇનામ વિતરણ, કોરોના વોરિયર્સ પાસે જઇ અભિવાદન કરી સન્માન કરાયું હતું. તેમજ કાર્યક્રમના સ્થળની બાજુમાં વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મ્યુનિ. કમિશ્નર, ડે. મેયર, સ્ટે.કમિટીના ચેરમેન સહીતના પદાધિકારીઓ, કોર્પોરેટર, સબંધિત વિભાગના અધિકારીઓ અને શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.

Previous articleભાવનગરમાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૭૫મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી