મૃતક યુવાનનું સંજય ઉર્ફે કચોરી કાનજીભાઈ બારૈયા ગતરાત્રિએ મૃતક યુવાન ગુમ થયો હતો
ભાવનગર શહેર ના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ટેકરીચોક સ્થિત જુના ફાયરસ્ટેશનના કંમ્પાઉન્ડ માથી આજ વિસ્તારમાં રહેતા શ્રમજીવી યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ ઢળતી બપોરે સી ડીવીઝન પોલીસને કોલ મળ્યો હતો કે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ટેકરીચોક નજીક જુના ફાયરસ્ટેશન ના કંમ્પાઉન્ડ માં લાશ પડી છે આથી સી ડીવીઝન, એલસીબી, એસઓજી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
અને લાશનો કબ્જો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરતાં મૃતક યુવાન આજ વિસ્તારમાં રહેતો સંજય ઉર્ફે કચોરી કાનજીભાઈ બારૈયા ઉ.વ.૨૪ હોવાનું જાણવા મળ્યું હતું અને મૃતક મજૂરી કામ કરતો હોય અને ગત રાત્રે ઘરેથી લાપતા બન્યો હતો. મૃતકના શરીર પર તિક્ષ્ણ હથિયારો ના ૧૦ જેટલાં ઘા મારી હત્યા કરાઈ હોવાનું તપાસમાં ખુલતાં પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી લાશને પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડી મૃતકના પરિજનોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવ ને પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળા ઉમટ્યા હતાં.