ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૫મી ઓગસ્ટ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે શહેરના મોતિબાગ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઇ હતી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ તિરંગો લહેરાવી સલામી આપી હતી. અને પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાવ.મ્યુનિ. વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયા, કોર્પોરેટરો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઇ, તેમજ વિવિધ સેલના આગેવાન, કાર્યકરો, અને આ વિસ્તારના નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.