શહેરના તળાજા જકાત નાકા વિસ્તારમાં આવેલ મુખ્ય માર્ગ લાંબા સમયથી જર્જરીત હાલતમાં છે. જેને લઈને અવાર-નવાર જીવલેણ અકસ્માતો સર્જઈ રહ્યા છે અને વાહન ચાલકો રાહદારીઓને પારવાર પરેશાની વેઠવી પઢી રહી છે. છતા તંત્રનાઅધિકારીઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું.
શહેરના સંસ્કાર મંડળથી તળાજા જકાતનાકા, ટોપથ્રી રોડ પર આવેલ રથી વધુ સર્કલો તેમજ મુખ્ય માર્ગ પર ઠેક-ઠેકાણે ખાડાઓ પડવા સાથે રોડ અત્યંત ખરાબ થઈ જવા પામ્યો છે.સત્તાવાળ તંત્રએ સમયસર સમાર કામની તસ્દ્દી ન લેતા રોડની સ્થિતિ દિન પ્રતિદિન વધુને વધુ દયનીય બની રહી છે. તેમજ દરરોજ નાના-મોટા ગંભીર અકસ્માતના બનાવો પણ બને છે. તળાજા જકાતનાકાથી ટોપ થ્રી રોડ પર સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ છે. જેને લઈને રાત્રીના સમયે અત્રેથી પસાર થવું ખુબ મુશ્કેલ બની રહ્યું છે. તંત્ર આવી ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે. જેને લઈને રાહદારીઓ વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.